Not Set/ કર્ણાટક સરકાર: આ પાંચ રાજ્યોમાંથી આવતા વિમાનો, ટ્રેનો અને વાહનો પર પ્રતિબંધ મુક્યો…

કર્ણાટકે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિળનાડુ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી ફ્લાઇટ્સ, ટ્રેનો અને વાહનોના આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટકના આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, રાજ્યમાં આજે કોરોનાના નવા 115 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 2533 થઈ ગઈ છે. Karnataka suspends arrivals of flights, trains and vehicles from Maharashtra, Gujarat, Tamil Nadu, MP […]

India
62124414d4e9e250324d924ccc16df80 2 કર્ણાટક સરકાર: આ પાંચ રાજ્યોમાંથી આવતા વિમાનો, ટ્રેનો અને વાહનો પર પ્રતિબંધ મુક્યો...
62124414d4e9e250324d924ccc16df80 2 કર્ણાટક સરકાર: આ પાંચ રાજ્યોમાંથી આવતા વિમાનો, ટ્રેનો અને વાહનો પર પ્રતિબંધ મુક્યો...

કર્ણાટકે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિળનાડુ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી ફ્લાઇટ્સ, ટ્રેનો અને વાહનોના આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટકના આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, રાજ્યમાં આજે કોરોનાના નવા 115 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 2533 થઈ ગઈ છે.

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 6,566 નવા કેસ નોંધાયા છે અને 194 લોકોનાં મોત નીપજ્યાં છે. ભારત સરકારના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાના 86,110 સક્રિય કેસ છે અને 67,691 લોકો સારવાર લઇ ચુક્યા છે. અને સ્વસ્થ પણ થયા છે.  છેલ્લા 24 કલાકમાં દેશમાં 3266 લોકો સાજા થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતમાં કોરોના રીકવરી રેટ  42.75 છે.

દેશના 13 શહેરોની હાલત કફોડી છે

કોરોનાને કારણે દેશના 13 શહેરોની હાલત કફોડી છે. અહીં 70 ટકા કેસ છે. જેમાં મુંબઇ, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, થાણે, પુણે, હૈદરાબાદ, કોલકાતા, ઈન્દોર, જયપુર, જોધપુર, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુરનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.