Not Set/ શેલ્ટર કેસોના અંતર્ગત દેશભરના 9000 બાળગૃહોમાં તપાસનો આદેશ: મેનકા ગાંધી

  બિહાર. બિહારના મુઝફફરપુર અને ઉત્તરપ્રદેશના દેવરિયામાં બાલિકાગૃહોમાં બાળકીઓ સાથે થયેલા યૌન ઉત્પીડનનાં મામલાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે સખત પગલું ઉઠાવ્યું છે. સરકારે દેશના 9000 એવા સંસ્થાનોનું સોશ્યલ ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. જ્યાં અનાથ અને મા-બાપ દ્વારા તરછોડી દેવાયેલા બાળકોને રાખવામાં આવે છે. આ રિપોર્ટ આવતાં બે મહિનામાં જમા કરવા આદેશ અપાયો છે. મહિલા […]

Top Stories India Politics
1438100455 1802 શેલ્ટર કેસોના અંતર્ગત દેશભરના 9000 બાળગૃહોમાં તપાસનો આદેશ: મેનકા ગાંધી

 

બિહાર.

બિહારના મુઝફફરપુર અને ઉત્તરપ્રદેશના દેવરિયામાં બાલિકાગૃહોમાં બાળકીઓ સાથે થયેલા યૌન ઉત્પીડનનાં મામલાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે સખત પગલું ઉઠાવ્યું છે. સરકારે દેશના 9000 એવા સંસ્થાનોનું સોશ્યલ ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. જ્યાં અનાથ અને મા-બાપ દ્વારા તરછોડી દેવાયેલા બાળકોને રાખવામાં આવે છે. આ રિપોર્ટ આવતાં બે મહિનામાં જમા કરવા આદેશ અપાયો છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે મેં રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગને એ સુનિશ્ર્ચિત કરવા કહ્યું છે કે,

 

dSdfdfd શેલ્ટર કેસોના અંતર્ગત દેશભરના 9000 બાળગૃહોમાં તપાસનો આદેશ: મેનકા ગાંધી
શેલ્ટર કેસોના અંતર્ગત દેશભરના 9000 બાળગૃહોમાં તપાસનો આદેશ: મેનકા ગાંધી
Mantavya News

આવનારા 60 દિવસની અંદર તમામ બાળકોની સારસંભાળ (ચાઈલ્ડ કેર) રાખની સંસ્થાઓનું સોશ્યલ ઓડિટ પૂરું થઈ જવું જોઈએ. મેં ખુદ આ માટે પ્રોફોર્મા(પત્રક) તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે ઓડિટ માટે નવો પ્રોફોર્મા માત્ર બાળકોની સંખ્યા, બેડ અને અન્ય સુવિધાઓની ઉપલબ્ધતા માટે નથી પરંતુ બાળ ગૃહો ચલાવી રહેલા લોકોની તપાસ અને ત્યાં રહેતાં બાળકોની સ્થિતિની તપાસ માટે પણ તૈયાર કરવામાં આવ્યો છે.”

 

ઉલ્લેખનીય છે કે આવા બાળગૃહોને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નાણા પોષણ પ્રદાન કરવામાં આવે છે અને તેને રાજ્ય દ્વારા સ્વયં અને બિન સરકારી સંગઠનો (એનજીઓ)ના માધ્યમથી ચલાવવામાં આવે છે. મુઝફફરપુર બાલિકા ગૃહની વાત કરવામાં આવે તો તેનું લાયસન્સ ગત વર્ષે જ ખતમ થઈ ગયું હતું પરંતુ નિયમોને સાઈડમાં રાખીને તેને ચલાવવામાં આવી રહ્યું હતું.

મેનકા ગાંધીએ કહ્યું કે,

“દેશમાં ચાલી રહેલા તમામ આશ્રય ગૃહોનું હવે કેન્દ્રીયકરણ કરવાની જર છે જેથી આ સુનિશ્ર્ચિત કરાઈ શકે કે તે પ્રભાવી રીતે ચલાવી રહ્યા છે અને તેના પર નજર રાખવામાં આવી રહી છે.”