Not Set/ એક્સપ્રેસ-વે પર કરવું પડ્યું એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડીંગ, જાણો શું છે કારણ

ગાઝિયાબાદમાં નાના વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વિમાન જ્યારે સદરપુર વિસ્તાર ઉપર ઉડી રહ્યું હતું, ત્યારે તેમાં ખામી સર્જાઇ હતી, ત્યારબાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ખામીને કારણે પાયલોટને વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એક્સપ્રેસ વે પર ઉતરતી વખતે […]

Top Stories
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 14 એક્સપ્રેસ-વે પર કરવું પડ્યું એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડીંગ, જાણો શું છે કારણ

ગાઝિયાબાદમાં નાના વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વિમાન જ્યારે સદરપુર વિસ્તાર ઉપર ઉડી રહ્યું હતું, ત્યારે તેમાં ખામી સર્જાઇ હતી, ત્યારબાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

ખામીને કારણે પાયલોટને વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એક્સપ્રેસ વે પર ઉતરતી વખતે વિમાનનું સાધારણ નુકસાન થયું હતું. વિમાન દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર નથી.

પાઇલોટ સિવાય ચાર્ટર્ડ પ્લેનમાં કેટલા મુસાફરો હતા? આ અંગે પણ માહિતી મળી નથી.

તમારી માહિતી માટે, આપને જણાવી દઈએ કે આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર બે લડાકુ વિમાનો લેન્ડ કરવામાં આવ્યા હતા. 20 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી, ફાઇટર પ્લેન અને એરફોર્સ કાર્ગો વિમાનોએ એક્સપ્રેસ વેની એર પટ્ટી પર પ્રેક્ટિસ કરી હતી. જ્યારે અગાઉ 22 નવેમ્બરના રોજ, એરફોર્સના ફાઇટર પ્લેનને એક્સપ્રેસ વે પર ઉતારવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.