IND vs WI 3rd ODI/ ભારતે ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 352 રનનો ટાર્ગેટ આપ્યો,હાર્દિક પંડયાની વિસ્ફોટક બેટિંગ

ઈશાન કિશન, શુભમન ગિલ, સંજુ સેમસન અને સુકાની હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ODIમાં મજબૂત અડધી સદીની મદદથી 50 ઓવરમાં 351 રન બનાવ્યા હતા

Top Stories Sports
11 ભારતે ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 352 રનનો ટાર્ગેટ આપ્યો,હાર્દિક પંડયાની વિસ્ફોટક બેટિંગ

ઈશાન કિશન, શુભમન ગિલ, સંજુ સેમસન અને સુકાની હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ODIમાં મજબૂત અડધી સદીની મદદથી 50 ઓવરમાં 351 રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 85 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શેફર્ડે બે વિકેટ ઝડપી હતી. આ પહેલા ત્રીજી વનડેમાં શુભમન ગિલ અને ઈશાન કિશને ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે સદીની ભાગીદારી હતી. ઈશાન કિશને સતત ત્રીજી અડધી સદી ફટકારી છે, જોકે ફરી એકવાર તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ઈશાન કિશન 64 બોલમાં 77 રન બનાવીને આઉટ થયો હતો. ઋતુરાજ ગાયકવાડ કંઈ કરી શક્યો ન હતો અને 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સંજુ સેમસન અડધી સદીની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેણે 41 બોલમાં 51 રન બનાવ્યા હતા. ઓપનર શુભમન ગિલ 92 બોલમાં 85 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક વચ્ચે 50થી વધુ રનની ભાગીદારી થઈ હતી. સૂર્યકુમાર 30 બોલમાં 35 રન બનાવી શક્યો હતો. હાર્દિક પંડ્યા 52 બોલમાં 70 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જાડેજાએ 8 રન બનાવ્યા હતા.