Not Set/ ચીને બનાવ્યું ૨૦ કિલોનું મલ્ટી-રોલર ડ્રોન, જાણી લો તેની ખાસિયત

ચીન દ્વારા એક મલ્ટી-રોલર ડ્રોન બનાવવામાં આવ્યું છે. આ ડ્રોનના ફીચર નવી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ ડ્રોન પાંચ હજાર મીટર સુધીની ઉંચાઈ સુધીનો સફર કરવા સક્ષમ છે. ચીનના ચાઈના હેલીકોપ્ટર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ દ્વારા આ માહિતી મંગળવારે આપવામાં આવી હતી. માનવરહિત વિમાનની દુનિયામાં આ ડ્રોન અપ્રિતમ છે. એક્સ-એમ૨૦નામના […]

Top Stories World Trending Tech & Auto
drone ચીને બનાવ્યું ૨૦ કિલોનું મલ્ટી-રોલર ડ્રોન, જાણી લો તેની ખાસિયત

ચીન દ્વારા એક મલ્ટી-રોલર ડ્રોન બનાવવામાં આવ્યું છે. આ ડ્રોનના ફીચર નવી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આ ડ્રોન પાંચ હજાર મીટર સુધીની ઉંચાઈ સુધીનો સફર કરવા સક્ષમ છે.

ચીનના ચાઈના હેલીકોપ્ટર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ દ્વારા આ માહિતી મંગળવારે આપવામાં આવી હતી.

માનવરહિત વિમાનની દુનિયામાં આ ડ્રોન અપ્રિતમ છે. એક્સ-એમ૨૦નામના આ ડ્રોનનું વજન ૨૦ કિલો છે. આ ડ્રોન ઉંચાઈ પર ઉડાન ભરી શકે તે માટે ખાસ રીતે ડીઝાઇન કરવામાં આવ્યું છે.

સામાન્ય તોફાનને પણ આ ડ્રોન ઝીલી શકે છે. ૨૦ કિલો વજન સાથે તે પાંચ કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે. આ ઉડાન ભરવા માટે આશરે ૧ કલાકનો સમય લાગી શકે છે.

સૌથી મહત્વની ખાસિયત આ ડ્રોનની એ છે કે તે ખુબ જ ઓછો અવાજ કરે છે. જેને લઈને તેને દેશની બોર્ડર પર આતંકવાદી વિરુદ્ધ ઓપરેશનમાં ઉપયોગ કરી શકાય છે.