Not Set/ અરવલ્લી: નકલી બિયારણનો વેપાર ડામવા તંત્રની તવાઈ, શંકાસ્પદ બિયારણના લેવાયા નમૂના

અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં વધતા નકલી બિયારણના વેપારને ડામવા જિલ્લાના ખેતી નિયામકની ટીમ દ્વારા માલપુર અને મોડાસા તેમજ મેઘરજમાં બિયારણના વેપારીઓ ત્યાં દરોડા પાડ્વામાં આવ્યા હતા. ખેતીવાડીની ટીમ દ્વારા તાલુકાની આંતરિયાળ વિસ્તારોની બિયારણની દુકાનોમાં રેડ પાડી શંકાસ્પદ બિયારણને પરિક્ષણ અર્થે માકલી આપવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અરવલ્લી અને મેઘરજમાં ખેડૂતો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી […]

Gujarat Trending
ddas 4 અરવલ્લી: નકલી બિયારણનો વેપાર ડામવા તંત્રની તવાઈ, શંકાસ્પદ બિયારણના લેવાયા નમૂના

અરવલ્લી,

અરવલ્લી જિલ્લામાં વધતા નકલી બિયારણના વેપારને ડામવા જિલ્લાના ખેતી નિયામકની ટીમ દ્વારા માલપુર અને મોડાસા તેમજ મેઘરજમાં બિયારણના વેપારીઓ ત્યાં દરોડા પાડ્વામાં આવ્યા હતા.

ખેતીવાડીની ટીમ દ્વારા તાલુકાની આંતરિયાળ વિસ્તારોની બિયારણની દુકાનોમાં રેડ પાડી શંકાસ્પદ બિયારણને પરિક્ષણ અર્થે માકલી આપવામાં આવ્યા હતા.

ddas 5 અરવલ્લી: નકલી બિયારણનો વેપાર ડામવા તંત્રની તવાઈ, શંકાસ્પદ બિયારણના લેવાયા નમૂના

મહત્વનું છે કે અરવલ્લી અને મેઘરજમાં ખેડૂતો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી રહી હતી કે વેપારીઓ દ્વારા નકલી બિયારણ પધરાવામાં આવે છે.

ddas 6 અરવલ્લી: નકલી બિયારણનો વેપાર ડામવા તંત્રની તવાઈ, શંકાસ્પદ બિયારણના લેવાયા નમૂના

જેથી જિલ્લા ખેતીવાડીના ટીમ દ્વારા દરોડા પાડવામા આવ્યા હતા અને શંકાસ્પદ બિયારણના નમુના એકઠા કરી ગાંધીનગર પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા  હતા. જિલ્લા ખેતી નાયબ નિયામકે જણાવ્યું હતું કે જો નમૂના નકલી જણાશે તો વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.