Not Set/ અગ્નિ-૫ મિસાઈલનું કરાયું સાતમું સફળ પરીક્ષણ, પાકિસ્તાન-ચીન હશે રડારમાં

નવી દિલ્હી, ઓરિસ્સાના દરિયા કિનારે બેલસ્ટિક મિસાઈલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ સોમવાર બપોરે ૧ વાગ્યા અને ૩૦ મિનિટે કરવામાં આવ્યું હતું. અગ્નિ-૫ મિસાઈલનું આ સાતમું સફળ પરીક્ષણ છે. આ બેલેસ્ટિક મિસાઈલની મારક ક્ષમતા ૫૫૦૦ કિલોમીટર છે અને તેની રડારમાં પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાન, ચીન તેમજ યુરોપના અમુક ભાગ આવી જાય છે. અગ્નિ-૫ ટેકનોલોજીના મામલામાં સૌથી […]

Top Stories India Trending
DewMYthVQAA2asE અગ્નિ-૫ મિસાઈલનું કરાયું સાતમું સફળ પરીક્ષણ, પાકિસ્તાન-ચીન હશે રડારમાં

નવી દિલ્હી,

ઓરિસ્સાના દરિયા કિનારે બેલસ્ટિક મિસાઈલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ સોમવાર બપોરે ૧ વાગ્યા અને ૩૦ મિનિટે કરવામાં આવ્યું હતું.

agni 5 અગ્નિ-૫ મિસાઈલનું કરાયું સાતમું સફળ પરીક્ષણ, પાકિસ્તાન-ચીન હશે રડારમાં
national-agni-5-missile-strategic-forces-command-successfully-testfires-pakistan china caught

અગ્નિ-૫ મિસાઈલનું આ સાતમું સફળ પરીક્ષણ છે. આ બેલેસ્ટિક મિસાઈલની મારક ક્ષમતા ૫૫૦૦ કિલોમીટર છે અને તેની રડારમાં પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાન, ચીન તેમજ યુરોપના અમુક ભાગ આવી જાય છે.

અગ્નિ-૫ ટેકનોલોજીના મામલામાં સૌથી એડવાન્સ મિસાઈલ છે, જેમાં નેવિગેશન, વોરહેડ અને એન્જિનની અત્યાધુનિક સુવિધાઓ છે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા બનાવવામાં આવેલા અગ્નિ-૫ મિસાઇલ ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલોપમેન્ટના પ્રોગ્રામનો એક ભાગ છે. મહત્વનું છે કે, આ પહેલા પણ ૨૦૧૨,૨૦૧૩,૨૦૧૫ અને ૨૦૧૬માં મિસાઈલનું પરીક્ષણ સફળતા પૂર્વક થઇ ચુકયું છે.

dsgdgg.jpg?zoom=0 અગ્નિ-૫ મિસાઈલનું કરાયું સાતમું સફળ પરીક્ષણ, પાકિસ્તાન-ચીન હશે રડારમાં
national-agni-5-missile-strategic-forces-command-successfully-testfires-pakistan china caught

અગ્નિ-૫ના સફળ પરીક્ષણ બાદ ઇન્ટરકોન્ટીનેન્ટલ બલાસ્ટીક મિસાઈલ ધરાવતા દેશો અમેરિકા, બ્રિટન,  ફ્રાંસ, ચીનમાં ભારત પણ શામેલ થઇ ગયું છે.

અગ્નિ-૫ મિસાઇલ ૧૫ મીટર લાંબી અને ૧૨ ટન  જેટલું વજન ધરાવે છે.જે એક ક્વીન્ટલ જેટલો પરમાણુંનો ભાર ઉપાડી શકે છે.