Not Set/ પુત્ર PM મોદીને જીતતા જોઈ માતા હિરાબા ખુશખુસાલ

અમેઠીથી સ્મૃતિ ઈરાની 7,600 મતથી આગળ ચાલી રહી છે. રાહુલ ગાંધી અમેઠીમાં પાછળ તો કેરળના વાયનાડમાં આગળ. કાલે મોદી કેબિનેટની બેઠક થશે. તેના પહેલા નરેન્દ્ર મોદી સાંજે ભાજપના વડામથક પર જશે યુપીમાં બીજેપી ગઠબંધન 49, મહાગઠબંધન 20 અને કોંગ્રેસ 2 બેઠકો પર આગળ વધી રહી છે. બરેલી લોકસભાથી ભાજપના સંતોષ ગંગવાર 6 હજાર મતથી આગળ, […]

Top Stories India
MAHAJUNG 2019 lok1 પુત્ર PM મોદીને જીતતા જોઈ માતા હિરાબા ખુશખુસાલ

અમેઠીથી સ્મૃતિ ઈરાની 7,600 મતથી આગળ ચાલી રહી છે. રાહુલ ગાંધી અમેઠીમાં પાછળ તો કેરળના વાયનાડમાં આગળ.

કાલે મોદી કેબિનેટની બેઠક થશે. તેના પહેલા નરેન્દ્ર મોદી સાંજે ભાજપના વડામથક પર જશે

યુપીમાં બીજેપી ગઠબંધન 49, મહાગઠબંધન 20 અને કોંગ્રેસ 2 બેઠકો પર આગળ વધી રહી છે. બરેલી લોકસભાથી ભાજપના સંતોષ ગંગવાર 6 હજાર મતથી આગળ, બીજા નંબર પર ગઠબંધનના ભગવત સરન ગંગવાર છે.

બનારસમાં પીએમ મોદી લગભગ 21 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં મતગણનામાં નરેન્દ્ર મોદી 41205, શાલીની યાદવ 20327, અજય રાય 9788 મત મેળવ્યા છે.

પીએમ મોદીના માતા હિરાબા પણ પુત્રની જીતને ટીવી પર નિહાળી રહ્યાં છે.

ગાંધીનગરના કમલમ ખાતે બીજેપી કાર્યાલય પર કાર્યકર્તાઓએ જીતનો જશ્ન શરૂ કર્યો

બીજેપી ઉમેદવાર હેમા માલિની, સની દેઓલ અને હંસરાજ હંસ મોટી લીડ સાથે આગળ.

યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીથી એક ફરી આગળ ચાલી રહી છે.

આનંદપુર સાહિબથી કોંગ્રેસના મનિષ તિવારી પાછળ ચાલી રહ્યા છે.

બંગાળમાં વલણ મુજબ ભાજપ 15 અને તૃણમૂલ કોંગ્રેસ 20 બેઠકો આગળ ચાલી રહી છે.

ગાંધીનાગરથી અમિત શાહ 1.75 મતથી આગળ

ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા 30 હજાર મતથી આગળ. તેમની સામે મેદાનમાં દિગ્વિજય સિંહ છે

કર્ણાટકામાં બીજેપી ઓફિસની બહાર જીતનો જશ્ન

મુંબઇની તમમાં 6 બેઠકો પર ભાજપ-શિવેસેના આગળ ચાલી રહી છે.

કાશીમાં પીએમ મોદી 50 હજારથી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. અમેઠીમાં મુકાબલો ઘણો સપ્રદ છે. રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની વચ્ચે કડી ટક્કર છે. અમેઠીમાં ફરીથી રાહુલને ઝટકો 2 હજાર મતથી સ્મૃતિ ઇરાની આગળ.

દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ ‘અબ કી બાર 300 પાર’નો વિશ્વાસ વ્યક્ત કર્યો.

બિહારમાં ભાજપા ગઠબંધન 36 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. 40 માંથી મહા ગઠબંધનનો હાથ માત્ર 2 લાગી છે.

દિલ્હીની તમામ 7 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. 2014 માં પણ ભાજપ તમામમ બેઠકો જીતી હતી.

પશ્ચિમ બંગાળમાં 15 બેઠકો પર બીજેપી, 20 બેઠકો પર ટીએમસી આગળ ચાલી રહી છે

પોરબંદરમાં ભાજપના રમેશ ધડુક 22000 મતથી આગળ, લલિત વસોયા પાછળ

ભાજપના તમામ સેલીબ્રીટી ઉમેદવારો આગળ

અમેઠીથી રાષ્ટીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગળ,

બારડોલી બેઠક પર તુષાર ચૌધરી આગળ

ઝારખંડમાં 7 બેઠકો પર એનડીએ 6 બેઠકો પર યુપીએ આગળ છે. અહીં કૉંગ્રેસ પાર્ટી બીજેપી માટે કડી ટક્કર આપતી જોવા મળી રહી છે.

અત્યાર સુધી 511 બેઠકોના વલણોમાં બીજેપી+ 310, કોંગ્રેસ+ 112, અન્ય 87 બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 19 બેઠકો પર આગળ ચાલી રહી છે.

અમેઠી બેઠક પર રાહુલ ગાંધીથી બીજેપીની સ્મૃતિ ઇરાની પાંચ હજાર મતોથી આગળ ચાલી રહી છે

ચૂંટણી પરિણામોના ટ્રેન્ડમાં બીજેપી ગઠબંધન એનડીએને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે

કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ  ગાંધી, સોનિયા  ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા પાછળ ચાલી રહ્યા છે.

ભાજપના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પર  80 હજાર મતથી આગળ.

ગુજરાતની તમામ બેઠકો ભાજપનો ભગવો લહેરાયો.

503/542 માંથી ભાજપને 301 બેઠક, કોંગ્રસ 117 બેઠક, અન્ય 81 બેઠક

દાહોદ બેઠક પર કોંગ્રેસના બાબુ કટારીયા પાછળ ચાલી રહ્યા છે.

જામનગર બેઠક પર ભાજપના પુનમ માડમ 28 હજારથી આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતની અમરેલી સિવાય તમામ બેઠકો પર ભાજપ આગળ

રામપુર બેઠક પર જ્યા પ્રદા આગળ

અમરેલીથી બેઠક પરથી કોંગ્રેસ નેતા પરેશ ધાણાની આગળ ચાલી રહ્યા છે.

આંણદ બેઠક પર ભાજપના મિતેષ પટેલ આગળ

બેગૂસરાયમાં વોટોની ગણતરી આ પ્રકારની છે. ગીરીરજ સિંહ 8913, આરજેડી તનવીર હસન 6765, સીપીઆઇ કન્હૈયા કુમાર 7297.

અલ્હાબાદથી ભાજપના રિતા બહુગુણા જોશી આગળ ચાલી રહ્યા છે.

દક્ષિણ દિલ્હીથી ભાજપના રમેશ બિધૂડી અને પશ્ચિમ દિલ્હીથી પ્રવેશ વર્મા આગળ ચાલી રહ્યા  છે. બંને વર્ષ 2014 ની ચૂંટણીમાં પણ વિજય થયા હતા.

ચૂંટણી પંચના અધિકૃત વલણોમાં ભાજપ 133 બેઠકો પર અને કોંગ્રેસ 41 બેઠકો આગળ છે

કર્ણાટકમાં ભાજપ 2 સીટો પર આગળ,રાજસ્થાનમાં ભાજપ 2 સીટો પર આગળ,બંગાળમાં 1 સીટ પર ભાજપ આગળ,મહારાષ્ટ્રમાં બીજેપી 3 સીટો પર આગળ.

પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને બીજેપી વચ્ચે કાંટેની ટક્કર, ટ્રેન્ડમાં બન્ને છે નજીક.

અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધી કરતાં આગળ નીકળી.

કર્ણાટકનું સામે આવ્યુ પ્રથમ રૂઝાન,કર્ણાટકમાં 5 બેઠકો પર બીજેપી આગળ.

લોકસભાચૂંટણીઓમાં જીતનો તાજ કોના માથે પહેરવામાં આવશે, તે આજે નક્કી થશે. વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રક્રિયા હેઠળ સાત તબક્કામાં કરવામાં આવે મતદાનની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે અને બપોરે સુધી ટ્રેન્ડ મળવા લાગશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની નીત એનડીએની સત્તામાં પરત આવવાની શક્યતા છે, ત્યાં વિરોધ પક્ષોએ એક્ઝિટ પોલના પરિણામોને નકારતા પોતાની જીતનો દાવો કર્યો છે. 2014 લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે એકલા 282 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ ફક્ત 44 બેઠકો પર સીમિત થઈ હતી. આ વખતે પીએમ મોદીનો જાદુ યથવાત રહે છે કે પછી રાહુલ ગાંધીનો કરિશ્મા જોવા મળશે, એતો પરિણામ જ નક્કી થશે.