MANTAVYA Vishesh/ કોણ છે એક્સ મુસ્લિમો, જેમના કારણે ઈસ્લામને સૌથી મોટો ખતરો છે

કોણ છે એક્સ મુસ્લિમો,જેમનાં કારણે ઈસ્લામને સૌથી મોટો ખતરો છે.. અને આવા ઈસ્લામ છોડનારા લોકોની શું છે કહાની.. જાણો અમારા આ વિશેષ અહેવાલમાં….

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • કોણ છે આ EX મુસ્લિમો
  • EX મુસ્લિમોની વધતી વસ્તી… ઈસ્લામને ખતરો !
  • EX મુસ્લિમો ધર્મ છોડવાની સાથે કરે છે તેની આલોચના
  • ભારતમાં ઇસ્લામ છોડનારા લોકોની સંખ્યા વધી રહી છે !
  • ભેદભાવ અને રૂઢિચુસ્તતા જેવા કારણોસર ઇસ્લામને છોડી રહ્યા છે

હાલ સમગ્ર વિશ્વમાં ઈસ્લામ માટે એક મોટા ખતરો ઉભો થઈ રહ્યો છે.અને એ ખતરો છે X-મુસ્લિમોની વધતી જતી વસ્તી છે. X- મુસ્લિમો એટલે કે  ભૂતપૂર્વ મુસ્લિમો માત્ર પોતે જ ધર્મ છોડી રહ્યાં નથી, પરંતુ તેઓ વિવિધ મંચો પર ઇસ્લામની ટીકા પણ કરી રહ્યાં છે.અને તેઓ અન્ય લોકોને ઇસ્લામ છોડવા માટે પ્રેરિત કરે છે.અને તેના કરાણે અમેરિકામાં દર વર્ષે એક લાખ લોકો ઇસ્લામ છોડી રહ્યા છે.ત્યારે જો આપણે ઇસ્લામમાં માનનારા લોકોની વસ્તી પર નજર કરીએ, તો આજે તે ખ્રિસ્તી ધર્મ પછી વિશ્વનો સૌથી મોટો ધર્મ છે. અને આ સાથે જ , તે સૌથી ઝડપથી વિકસતો ધર્મ પણ છે, પરંતુ હાલમાં તે એક એવા ખતરાનો સામનો કરી રહ્યો છે જેનો તેણે પહેલા ક્યારેય સામનો કર્યો ન હતો.અને આ ખતરો વિશ્વમાં ઇસ્લામ છોડી ચૂકેલા લોકોની વધતી જતી વસ્તીને કારણે ઊભો થયો છે.જેઓ પોતાને ભૂતપૂર્વ મુસ્લિમ તરીકે ઓળખાવે છે. જોકે ઇસ્લામમાં ધર્મ છોડવું ખરાબ માનવામાં આવે છે. ઇસ્લામ છોડવાનો પ્રયાસ કરનારાઓને હિંસાનો સામનો કરવો પડે છે. પરંતુ X-મુસ્લિમોની વધતી વસ્તી દર્શાવે છે કે આ પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે.અને વિશ્વભરમાં મોટી સંખ્યામાં એવા લોકો ઉભરી આવ્યા છે જેમણે ઈસ્લામ છોડી દીધું છે.

2018 માં પ્રકાશિત પ્યુ રિસર્ચ સેન્ટરનો અહેવાલ દર્શાવે છે કે અમેરીકામાં  મુસ્લિમ પરિવારમાં ઉછરેલા પુખ્ત વયના 23 ટકા લોકો હવે પોતાને મુસ્લિમ તરીકે ઓળખાવતા નથી.અને ઇસ્લામ છોડનારાઓમાં 7 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેની ઉપદેશો સાથે સહમત નથી.. . એંગ્લિકન ઇન્ક.ના અહેવાલ મુજબ, યુ.એસ.માં થયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે લગભગ 55 ટકા ભૂતપૂર્વ મુસ્લિમો નાસ્તિક બની જાય છે, લગભગ 25 ટકા ખ્રિસ્તી બને છે જ્યારે અન્ય 10 ટકા અનિર્ણિત છે.

તો માત્ર ઇસ્લામમાં જ નહીં, પણ ખ્રિસ્તી, હિંદુ, બૌદ્ધ અને યહૂદીઓમાં પણ મોટી સંખ્યામાં લોકો ધર્મ છોડે છે.પરંતુ એક વસ્તુ જેઓ ઇસ્લામ છોડે છે તેમને અન્ય લોકોથી અલગ બનાવે છે. જેઓ અન્ય ધર્મો છોડી દે છે તેમાંથી મોટાભાગના લોકો પોતાને નાસ્તિક કહે છે, જ્યારે ઇસ્લામ છોડનારાઓ પોતાને ભૂતપૂર્વ મુસ્લિમ તરીકે ઓળખાવે છે.ઇસ્લામિક સમાજમાં જ્યાં ધર્મ છોડવો મોટો વર્જિત માનવામાં આવે છે, ત્યાં ખુલ્લેઆમ તેની જાહેરાત કરવામાં એક મોટો સંદેશ છુપાયેલો છે.સામાન્ય રીતે, ઇસ્લામિક દેશોમાં ઇસ્લામ છોડવું ગેરકાયદેસર છે, પરંતુ યુરોપ અને અમેરિકા જેવા સ્થળોએ જ્યાં તે કાયદેસર છે, ત્યાં પણ આવું કરનારા ભૂતપૂર્વ મુસ્લિમોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.એક ખાનગી સમાચાર સંસ્થાએ  2015માં તેની તપાસમાં શોધી કાઢ્યું હતું કે બ્રિટનમાં ઈસ્લામ છોડનારાઓને અત્યાચારનો સામનો કરવો પડે છે.માત્ર સમાજ જ નહીં પરંતુ પોતાના પરિવારના લોકો પણ આમાં સામેલ છે.અને આવી સ્થિતિમાં પૂર્વ મુસ્લિમોનું આગળ આવવું આવા લોકોને હિંમત આપે છે.

આપને જણાવી દઈએ કે 2007 માં, જર્મનીમાં ભૂતપૂર્વ મુસ્લિમોની સેન્ટ્રલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી.ભૂતપૂર્વ મુસ્લિમો માટે આ પહેલું મોટું પ્લેટફોર્મ હતું.ત્યારથી, પશ્ચિમી દેશોમાં આવા ઘણા જૂથો ઉભરી આવ્યા છે, જે ઇસ્લામ છોડનારાઓને મદદ કરે છે. ઉદાહરણ તરીકે, અમેરિકાની એક્સ-મુસ્લિમ સંસ્થા આ કરનારાઓને સમર્થન આપે છે.ઇસ્લામ વિરુદ્ધની દલીલો મજબૂત રીતે ઉઠાવે છે અને સ્ત્રીઓ સાથે અસમાન વર્તન અને બહુપત્નીત્વ જેવા અવ્યવસ્થિત મુદ્દાઓ ઉઠાવે છે.ઇસ્લામ સામે આ એવી સ્થિતિ છે જેનો તેણે પહેલાં સામનો કર્યો નથી.તેની અસર પણ જોવા મળી રહી છે. યુરોપમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ફ્રાંસ જેમાં  15,000 મુસ્લિમો છે, જ્યારે અમેરિકામાં દર વર્ષે એક લાખ મુસ્લિમો ધર્મ છોડી દે છે.

તો ભારતમાં ઇસ્લામ છોડનારા લોકોની સંખ્યા વધી રહી છે. લોકો ભેદભાવ અને રૂઢિચુસ્તતા જેવા કારણોસર ઇસ્લામને છોડી રહ્યા છે. ત્યારે આપણે આજે તેવા જ કેટલાક લોકોની વાત કરીશું.

જન્મદિવસ, લગ્ન, તહેવારો.અને પારીવારીક પ્રસંગોની એક યાદી છે જેને કેરળ સ્થિત નૂરજહાં દર વર્ષે ખુબ યાદ કરે છે.તેણી કહે છે કે ‘હું હજી પણ તેમને મારો પરિવાર માનું છું પરંતુ એકવાર મેં ઇસ્લામ છોડી દીધું, ત્યારથી તેઓ મને નિંદા કરનાર માનવા લાગ્યા છે. તેઓ મને ‘દુષ્ટ આત્માઓનો અનુયાયી’ કહેવા લાગ્યા.48 વર્ષીય નૂરજહાં કે એમ, એક ભૂતપૂર્વ શાળા કર્મચારી છે.જે હવે કોટ્ટાયમમાં રાજકીય પક્ષના કાર્યકર તરીકે કામ કરે છે..તે તાજેતરના વર્ષોમાં ઇસ્લામ છોડનારા મુસ્લિમોની વધતી જતી સંખ્યામાંથી એક છે.કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરે છે, જ્યારે નૂરજહાં જેવા અન્ય લોકો ધર્મનો સદંતર ત્યાગ કરી રહ્યા છે.

સામાજિક અલગતા હોવા છતાં, નૂરજહાંને ધર્મ છોડવાનો કોઈ અફસોસ નથી.હિજાબ પહેરવાથી, સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ અને રૂઢિચુસ્તતાએ તેમને ધીમે ધીમે નાસ્તિકતા તરફ ધકેલી દીધા. તેણીએ કહ્યું કે “વર્ષોથી, મને સમજાયું છે કે તે મહિલાઓ સાથે સ્પષ્ટપણે ભેદભાવ કરે છે અને તેમની સાથે બીજા-વર્ગના નાગરિકો તરીકે વર્તે છે, ત્યારે  તમામ ધર્મોથી દૂર રહીને તે પોતાની દીકરીઓનો ઉછેર પણ કરી રહી છે.

2017ના પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વેમાં જણાવાયું છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં આશરે 3.5 મિલિયન મુસ્લિમોમાંથી દર વર્ષે  એક લાખ મુસ્લિમો ઇસ્લામ છોડી દે છે.જો કે, અંદાજે એટલી જ સંખ્યામાં લોકો ઇસ્લામ સ્વીકારે છે. એક સમાન વલણ પશ્ચિમ યુરોપમાં પ્રચલિત છે, જ્યાં ઇસ્લામમાં અને બહારના ધર્માંતરણો વ્યાપક રીતે સંતુલિત જણાય છે.જો કે, ભારત સંબંધિત કોઈ ડેટા નથી.

‘હૂ કિલ્ડ લિબરલ ઇસ્લામ’ના લેખક હસન સુરૂર કહે છે કે તેઓ ઘણા મુસ્લિમોને જાણે છે જેઓ નાસ્તિક બની ગયા છે.તેમણે કહ્યું કે ‘એવા પૂરતા પુરાવા છે કે યુવા ભારતીય મુસ્લિમો ઈસ્લામથી દૂર જઈ રહ્યા છે.તેઓ તેની કઠોરતા (શરિયાની ‘અપરિવર્તનક્ષમતા’ને ટાંકીને પરિવર્તનનો વિરોધ કરતા) અને બિન-મુસ્લિમો પ્રત્યેની અસહિષ્ણુતા, દુષ્કર્મ અને હોમોફોબિયાના તાણથી પોતાને દૂર કરી રહ્યા છે. તેમાં એવા લોકો છે જેઓ સાઉદી દ્વારા પ્રચારિત કટ્ટરપંથી અને કઠોર સલાફી ઇસ્લામને અનુસરતા નથી.હસન સુરૂરએ વધુમાં કહ્યું કે તેમના કેટલાક નજીકના પરિવારના સભ્યોએ મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરવાનું બંધ કરી દીધું છે.સામાન્ય રીતે તેઓએ ભગવાનનો વિચાર છોડી દીધો છે.જો કે, તેઓ પોતાને મુસ્લિમ કહેતા રહે છે અને જ્યારે મુસ્લિમો અથવા ઇસ્લામ પર હુમલો થાય છે ત્યારે તેઓ ગુસ્સે પણ થઈ જાય છે.

તો સિદ્ધાર્થ ચતુર્વેદી, અગાઉ સદાકત કુરેશી કહે છે કે તેઓ અસંમતિ પ્રત્યે અસહિષ્ણુતાથી પરેશાન હતા.ત્યારે 32 વર્ષીય સિદ્ધાર્થનું કહેવું છે કે તેણે કુરાન અને અન્ય પુસ્તકોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે પરંતુ તેના પ્રશ્નોના જવાબ મેળવી શક્યા નથી.આનાથી તેની અને તેના ધર્મ વચ્ચે અણબનાવ થયો.તે કહે છે કે જ્યારે મેં મૌલવીઓને સમાન પ્રશ્નો પૂછ્યા અને તેમને ચર્ચા માટે પ્રોત્સાહિત કર્યા, ત્યારે મને સમુદાય તરફથી બહિષ્કારની ધમકીઓ મળી.સિદ્ધાર્થ ચતુર્વેદી યુટ્યુબ ચેનલ @ExMuslimSameer ચલાવે છે જ્યાં તે ઇસ્લામ અને તેની પ્રથાઓ વિશે પ્રશ્નો ઉઠાવે છે. જે લોકો કન્વર્ટ કરવા માગે છે તેમના માટે તે સપોર્ટ ગ્રૂપ તરીકે પણ કામ કરે છે.જો કે, તેમને તેમના પરિવાર અને સમુદાયના વિરોધનો ડર છે.અને સિદ્ધાર્થે ગયા વર્ષે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો.

તેવી જ રીતે, ‘એક્સ મુસ્લીમ ઓફ કેરલ’, જે 2020 માં શરૂ થઈ હતી.તે આવા મંતવ્યો, પ્રશ્નો,  પ્રસારિત કરવા અને સોશિયલ મીડિયા પર ધમકીભર્યા કોલ્સ અને સતામણીનો સામનો કરી રહેલા લોકોને સમર્થન આપવાનું પ્લેટફોર્મ બની ગયું છે.એક્સ મુસ્લીમ ઓફ કેરલ ‘ના પ્રમુખ લિયાક્કાથલી સીએમ કહે છે કે વિશ્વાસની અછત કરતાં વધુ, તે સામાજિક પ્રતિબદ્ધતા, લોકશાહી મૂલ્યો અને વધતો વૈજ્ઞાનિક સ્વભાવ છે જે ઘણાને બહાર આવવા માટે પ્રોત્સાહિત કરે છે. થોડા વર્ષો પહેલા જ્યારે તેણે પોતાનો ધર્મ છોડી દીધો હતો, ત્યારે તેને પણ અનેક વખત ધમકીભર્યા ફોન આવ્યા બાદ પોલીસનો સંપર્ક કરવો પડ્યો હતો.

ભૂતપૂર્વ પત્રકાર શામલા ચેનલીક્કલ, જેઓ’એક્સ મુસ્લીમ ઓફ કેરલના સભ્ય પણ છે , તે તેમના ઘરે મૌલવીઓની મુલાકાતને યાદ કરે છે જેનાથી તે ગુસ્સે થઈ હતી. શામલાએ કહ્યું કે જ્યારે મારી માતા તેની સાથે વાત કરી રહી હતી ત્યારે હું માથું ઢાંક્યા વગર બહાર આવી ગઈ હતી. મને તરત જ ઠપકો આપવામાં આવ્યો. ત્યારે મેં પૂછ્યું કે વાળ બતાવવામાં શું ખોટું છે.તો  મારી માતા કે મૌલવીઓ પાસે આનો કોઈ જવાબ નહોતો.પરંતું અસ્વસ્થ, મારી માતાએ મને ઘર છોડવા કહ્યું કારણ કે તે પરિવારના સન્માનની રક્ષા કરવા માંગતી હતી.અને મે  તે જ કર્યું. બાદમાં મામલો ઉકેલાઈ ગયો અને હું ઘરે પરત ફરી.પરંતુ આ ઘટનાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને બધાએ મારા પર આરોપ લગાવ્યો.ત્યારે ‘એક્સ મુસ્લીમ ઓફ કેરલ’, મહાસચિવ સફિયા પીએમ પણ મહિલાઓની હાલત જોઈને પરેશાન થઈ ગઈ હતી. તેણી કહે છે કે ‘જ્યારે મેં કુરાનનો અભ્યાસ કર્યો ત્યારે મને જાણવા મળ્યું કે તે સ્ત્રીઓને હલકી ગુણવત્તાવાળા માને છે, જે હું સ્વીકારી શકી નહી.

આમ પોતાને એક્સ મુસ્લિમો કહેનારા , ઇસ્લામમાં માનવા વાળા લોકોના વિરોધમાં દલીલો પણ કરે છે.અને એવા ગણા જાણીતા એક્સ મુસ્લિમો છે જે ઇસ્લામ ટીકાકાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ