પાકિસ્તાન ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપ 2023 પહેલા મોટી સમસ્યાનો સામનો કરી રહી છે.એક અહેવાલ અનુસાર પાકિસ્તાની ખેલાડીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર મળ્યો નથી. પગાર ન મળવાને કારણે ટીમના ખેલાડીઓ વર્લ્ડ કપના પ્રમોશન અને સ્પોન્સરશિપ લોગોનો બહિષ્કાર કરવાની ધમકી આપી રહ્યા છે. તેનાથી વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.
ક્રિકેટ પાકિસ્તાન’ના એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાની ખેલાડીઓને છેલ્લા ચાર મહિનાથી તેમની મેચ ફી કે પગાર મળ્યો નથી, જેના કારણે ખેલાડીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખેલાડીઓના પગારમાં ઐતિહાસિક વધારો થશે, પરંતુ નવા કેન્દ્રીય કરાર પર હસ્તાક્ષર થવાના બાકી છે.
પાકિસ્તાન ટીમના એક ખેલાડીએ ગુપ્તતા જાળવવાની શરતે ‘ક્રિકેટ પાકિસ્તાન’ને કહ્યું, “અમે મફતમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છીએ, પરંતુ સવાલ એ છે કે અમે બોર્ડ સાથે જોડાયેલા લોકોને સ્પોન્સરશિપ શા માટે પ્રમોટ કરીએ. તેવી જ રીતે, અમે પ્રમોશનલ પ્રવૃત્તિઓ અને અન્ય ઇવેન્ટ્સમાં ભાગ લેવાનો ઇનકાર કરી શકીએ છીએ. “વર્લ્ડ કપ દરમિયાન, અમે ICC વ્યાપારી પ્રમોશન અને પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહીશું નહીં.રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ખેલાડીઓ ICC અને સ્પોન્સર્સ પાસેથી આવકના હિસ્સાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આઈસીસી અને પ્રાયોજકો પાસેથી લગભગ 9.8 અબજ રૂપિયા મળશે.