ગૌણસેવાની લેવામાં આવેલી પરીક્ષા મામલે અનેક પ્રકારનાં ગેરરીતી થઇ હોવાનાં આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ તમામ આક્ષેપો સાથે ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્સલ કરવાની માંગ કરાઇ રહી છે. ઉમેદવારો દ્વારા ગાંઘીનગર ખાતે દેખાવો કરી પરીક્ષા કેન્સલ કરવાની માંગ કરતું આવેદન પત્ર આપવાનાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે, પોલીસ દ્વારા આવેદન પત્ર આપવા જતા ઉમેદવારોને અટકાવી દેવામાં આવ્યા હતા. આ મામલે ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રી દ્વારા સ્પષ્ટતા કરતું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહે જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ પરિક્ષા રદ્દ નહીં થાય. 5 જિલ્લામાંથી ફરિયાદો મળી છે. 5 જિલ્લામાંથી 39 ફરિયાદો મળી છે. ગૌણસેવાની 3910 બેઠકો માટે પરીક્ષા લેવાઇ હતી. આ મામલે એક ફ્લેટમાં એકત્રિત થયેલા લોકોની ફરિયાદ થઇ હતી.
પ્રદિપસિંહે જણાવ્યું હતુ કે, પ્રશ્નપત્ર ફરતુ થયુ હતુ તે ખોટું હતુ. પાલનપુરમાં થયેલી ગેરરિતીની ફરિયાદ પણ થઇ છે. પરીક્ષાનું કામ યોગ્ય રીતે કરાયું હતુ. પરીક્ષામાં ગેરરીતીના આક્ષેપો કરવામાં આવતા ગેરરીતીની તપાસ પણ કરવામાં આવી રહી છે જે ચાલુ છે. ગેરરીતિની તપાસ અંતિમ તબક્કામા છે. ગેરરીતીમાં સામેલ જે તે પરિક્ષાર્થી પર એક્શન લેવામાં આવશે. વોટ્સઅપની મદદથી જવાબ મંગાવ્યા હતાનાં આક્ષેપો કરવામાં આવ્યા હતા. પાલનપુરમાં થયેલી ફરિયાદના આધારે તપાસ ચાલુ છે. બે દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.