G7 Summit/ દિગ્ગજ નેતાઓ વચ્ચે બિડેન અને PM મોદીની ઉષ્માભેર મુલાકાત, વીડિયો જોઈને તમને પણ થશે ગર્વ

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન તેમના કાર્યકાળ દરમિયાન બિડેન સાથે ફોન પર વાત કરવા માટે વિનંતી કરીને થાકી ગયા હતા, પરંતુ અમેરિકાએ તેમને અણસાર પણ આપ્યો ન હતો…

Top Stories World
Modi and Biden Meeting

Modi and Biden Meeting: આ દિવસોમાં વિશ્વના તમામ નેતાઓ જર્મનીમાં એકઠા થયા છે. આ દરમિયાન તમામ નેતાઓ એકબીજાને મળ્યા હતા. આવી સ્થિતિમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને નરેન્દ્ર મોદીની મુલાકાતની એક એવો વીડિયો સામે આવી છે, જેને જોઈને ભારતીયોની છાતી ગર્વથી પહોળી થઈ જશે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વડાપ્રધાન મોદી કેનેડાના PMને મળી રહ્યા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ભારતીય PM નરેન્દ્ર મોદીને શોધી રહ્યાં હતા. આવી સ્થિતિમાં બિડેન પોતે PM મોદી પાસે પાછળથી આવે છે અને તેમના ખભા પર હાથ મૂકીને તેમનું ધ્યાન ખેંચે છે. આ પછી PM મોદી પાછા ફર્યા અને બંને એકબીજાને ઉષ્માભેર મળ્યા. બિડેનને જોયા પછી મોદી એક સીડી ઉપર ચઢે છે અને તેમના ખભા પર હાથ રાખીને બિડેનને મળે છે. બંને નેતાઓ હાથ મિલાવતા હતા અને હસતા હતા. વીડિયો જોઈને એવું લાગે છે કે બહું જૂના મિત્રો વર્ષો બાદ મળ્યા હોય.

તમને જણાવી દઈએ કે આ વખતે G7 દેશોની અધ્યક્ષતા જર્મની કરી રહ્યું છે. G-7 સમૂહ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનો સમૂહ છે. આ જૂથમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે. આમાં આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને અન્ય ઘણા ટોચના નેતાઓ હાજર છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. લોકો લખી રહ્યા છે કે તે ભારતના વધતા કદનું પ્રતિક છે. રુસો-યુક્રેન યુદ્ધ હોય, કોવિડ રોગચાળો હોય કે અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય મુદ્દો હોય, ભારતે દરેક જગ્યાએ પોતાનું સ્ટેન્ડ રાખ્યું હતું. ભારતની અનોખી છબી એ પણ એક મોટું કારણ છે કે બિડેન PM મોદીને આટલું મહત્વ આપતા જોવા મળે છે. બીજી તરફ, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન તેમના કાર્યકાળ દરમિયાન બિડેન સાથે ફોન પર વાત કરવા માટે વિનંતી કરીને થાકી ગયા હતા, પરંતુ અમેરિકાએ તેમને અણસાર પણ આપ્યો ન હતો.

આ પણ વાંચો: મની લોન્ડરિંગ કેસ/ સત્યેન્દ્ર જૈન હાલ જેલમાં જ રહેશે, સ્પેશિયલ CBI કોર્ટે વધુ 14 દિવસની ન્યાયિક કસ્ટડી વધારી