Not Set/ ગુજરાત હવામાન વિભાગ : રાજયમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી

છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજા ની ગુજરાત ખાતે ફરી થી પધરામણી થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની પૂરી શક્યતા છે. જેને લઈને આગામી 3 દિવસ રાજયમાં ભારે થી આતિ ભારે વરસાદ પડી શ છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ નિયાગાહી કરવામાં અવિ છે. […]

Top Stories Gujarat Videos
havaman ગુજરાત હવામાન વિભાગ : રાજયમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી

છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજા ની ગુજરાત ખાતે ફરી થી પધરામણી થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની પૂરી શક્યતા છે. જેને લઈને આગામી 3 દિવસ રાજયમાં ભારે થી આતિ ભારે વરસાદ પડી શ છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ નિયાગાહી કરવામાં અવિ છે. જ્યારે અમદાવાદ અને મધ્ય ગુજરાત માં વરસાદી ઝાપટાં પાડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આજે બપોર બાદ અમદાવાદમાં  હવામાન માં અચાનક જ પલટો આવ્યો હતો. અને અનેક જગ્યાએ વાદળ છયું વાતાવરણ જોવા મળ્યું હતું. અને વાતાવરણમાં ઠંડક પણ  વ્યાપી ગઈ હતી.  અને લોકો એ બાફરાં અને ઉકળાટ થી રાહત મેળવી છે.

રાજ્યના ઘણા જીલ્લામાંથી વરસાદના સમાચાર પણ આવી રહ્યા છે. ધોરાજી માલપુર, જેતપુર, કંડોરણા વિગેરે જગ્યાએ વરસાદે ભાદરવામાં પણ મેઘરાજા મન મૂકી ને વરસી રહ્યા છે. પંચમહાલનાં ગોધરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ ગોધરામાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. તો અમરેલીનાં અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાએ  રીએન્ટ્રી કરી છે. અને વીજ કડાકા સાથે મન મૂકીને ગરબા ની પ્રેક્ટિસ કરી રહ્યા હોય તેવું લાગી રહયું છે.

મધ્ય ગુજરાત ખાતે નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં પણ  ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા જાહેર રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યાં છે. તો ગીર સોમનાથ ના  વેરાવળ, તાલાળા અને સુત્રાપાડા જેવા વિસ્તારોમાં પણ મેઘરાજા એ ફરી એન્ટ્રી કરી છે.

 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન