Not Set/ કોર્પોરેટ ટેક્સ ઘટાડવા અંગે રાહુલ ગાંધીએ કર્યા કટાક્ષ, ખરાબ અર્થવ્યવસ્થા છુપાવી શકાય નહિ

નાણામંત્રી નિર્મલા સીતારમણના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણય પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ હાઉંઈન્ડિયન ઈકોનોમી વચ્ચે નીચે જતાં શેર બજાર માટે મોદીએ જે કર્યું તે અદભૂત છે. પરંતુ કોઈ પણ ઇવેંટ અથવા નિર્ણય ખરાબ આર્થિક સ્થિતિને છુપાવી શકશે નહીં. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે ‘#હાઉંઈન્ડિયનઈકોનોમીની વચ્ચે નીચે જતાં શેરબજાર […]

Top Stories India
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAaaamahi 15 કોર્પોરેટ ટેક્સ ઘટાડવા અંગે રાહુલ ગાંધીએ કર્યા કટાક્ષ, ખરાબ અર્થવ્યવસ્થા છુપાવી શકાય નહિ

નાણામંત્રી નિર્મલા સીતારમણના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણય પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ હાઉંઈન્ડિયન ઈકોનોમી વચ્ચે નીચે જતાં શેર બજાર માટે મોદીએ જે કર્યું તે અદભૂત છે. પરંતુ કોઈ પણ ઇવેંટ અથવા નિર્ણય ખરાબ આર્થિક સ્થિતિને છુપાવી શકશે નહીં.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે ‘#હાઉંઈન્ડિયનઈકોનોમીની વચ્ચે નીચે જતાં શેરબજાર માટે મોદીએ જે કર્યું તે અદભૂત છે. 1.4 લાખ કરોડ રૂપિયાની સાથે હ્યુસ્ટન ઇવેંટ દુનિયાની અત્યાર સુધીની સૌથી મોંધી ઇવેંટ છે. પરંતુ કોઈ પણ ઘટના આર્થિક સંકટને છુપાવી શકશે નહીં જેમાં હાઉડીમોદીએ ભારતને મુક્યું છે.

ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલની શુક્રવારે એટલે કે આજે મળેલી બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારામણે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી. કોર્પોરેટ ટેક્સ અને અન્ય રાહતો ઘટાડીને સરકારી તિજોરી પર 1.45 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ આ રકમ અંગે ટિ્‌વટ કરીને મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે.

આ બાજુ પીએમ નરેન્દ્ર મોદીએ નાણાંમંત્રીના નિર્ણયને આવકારતા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનું પગલું ઐતિહાસિક છે. આ મેક ઇન ઇન્ડિયાને એક વિશાળ પ્રેરણા બનાવશે, વિશ્વભરમાંથી ખાનગી રોકાણ આકર્ષિત કરશે, આપણા ખાનગી ક્ષેત્રની સ્પર્ધાત્મકતામાં સુધારો કરશે, વધુ રોજગારીનું સર્જન કરશે અને તે મોટી જીત હશે. 130 કરોડ ભારતીયોની જીત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.