Covid-19/ રાજ્ય સરકારના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત, હવે મહેસુલ વિભાગને લીધું બાનમાં

ગુજરા રાજ્યમાં કોરોનાનો દાવાનળ ફાટ્યો છે. છેલ્લા ચાર દિવસથી રેકોર્ડબ્રેક નોધાઇ રહ્યા છે. ત્યારે રાજ્યના નેતાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે

Top Stories Gujarat
PICTURE 4 68 રાજ્ય સરકારના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત, હવે મહેસુલ વિભાગને લીધું બાનમાં

ગુજરા રાજ્યમાં કોરોનાનો દાવાનળ ફાટ્યો છે. છેલ્લા ચાર દિવસથી રેકોર્ડબ્રેક નોધાઇ રહ્યા છે. ત્યારે રાજ્યના નેતાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. રાજ્યમાં સામાન્ય જનતા સાથે અધિકારીઓ અને નેતાઓમાં સંક્રમણનું પ્રમાણ અનેક ગણું વધી ગયું છે.

હાલમાં મળતી માહિતી અનુસાર રાજ્યના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના સંક્રમિત બન્યા છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે. હાલમાં હળવા લક્ષણોને લઇ મંત્રી પોતાના ઘરે ક્વોરોન્ટાઇન થયા છે. તેમના સંપર્કમાં આવેલ લોકોનો ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

ગતરોજ ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા હતાં. સામાન્ય લક્ષણો દેખાતા સી. કે. રાઉલજીએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના ટેસ્ટ કરાવ્યાં બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રીપોર્ટ પોઝીટીવ આવતા ધારાસભ્ય હોમ ક્વોરન્ટાઇન થયા હતાં અને હાલ તેઓની તબિયત સારી છે.તો સાથે અમદાવાદમાં બાપુનગરના ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલ પણ કોરોનાસંક્રમિત બન્યા છે.

ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ રાજ્યમાં રેકોર્ડ બ્રેક કેસ નોધાયા હતા.  જેની વિગત નીચે મુજ્બ છે. 

  • રાજ્યમાં કોરોનાથી આજે 13 દર્દીઓના મોત
  • રાજ્યમાં કોરોના વિસ્ફોટ, કેસ 25000 ને નજીક
  • રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 24485 કેસ
  • અમદાવાદમાં સૌથી વધુ 9837 કેસ
  • સુરત શહેરમાં 2981, વડોદરામાં 2823 કેસ
  • રાજકોટમાં 1333, સુરતમાં 728 કેસ
  • આણંદમાં 558, ભાવનગરમાં 529 કેસ
  • ગાંધીનગરમાં 509, જામનગરમાં 471 કેસ
  • છેલ્લા 24 કલાકમાં 10,310 લોકો ડિસ્ચાર્જ
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,04,888
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 10,10,826
  • રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,86,476