Not Set/ સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં શિક્ષકે એકમોની ઓનલાઈન ક્વિઝ બનાવી, રાજયમાં ક્વિઝ પ્રથમવાર બની હોવાનો દાવો

@સચીન પીઠવા મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા ચુડા તાલુકાના જેપરના શિક્ષકે એકમોની ઓનલાઈન ક્વિઝ બનાવી. શિક્ષકનો દાવો છે કે ધો.1થી 8ની ક્વિઝ રાજયમાં પ્રથમવાર બની છે. ચુડા તાલુકાના જેપર ગામની પ્રા.શાળામાં અભ્યાસ કરાવતા ઈનોવેટિવ શિક્ષકે સાથી શિક્ષકોના સહકારથી ધો.1થી 8ના વિષયોના એકમોની ઓનલાઈન ક્વિઝ તૈયાર કરી છે. ધો.1થી 8ની ક્વિઝ રાજયમાં પ્રથમવાર બની હોય […]

Gujarat Others
460941aa4c8a25af722ad0bce1c2420e સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં શિક્ષકે એકમોની ઓનલાઈન ક્વિઝ બનાવી, રાજયમાં ક્વિઝ પ્રથમવાર બની હોવાનો દાવો

@સચીન પીઠવા મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા ચુડા તાલુકાના જેપરના શિક્ષકે એકમોની ઓનલાઈન ક્વિઝ બનાવી. શિક્ષકનો દાવો છે કે ધો.1થી 8ની ક્વિઝ રાજયમાં પ્રથમવાર બની છે.

ચુડા તાલુકાના જેપર ગામની પ્રા.શાળામાં અભ્યાસ કરાવતા ઈનોવેટિવ શિક્ષકે સાથી શિક્ષકોના સહકારથી ધો.1થી 8ના વિષયોના એકમોની ઓનલાઈન ક્વિઝ તૈયાર કરી છે. ધો.1થી 8ની ક્વિઝ રાજયમાં પ્રથમવાર બની હોય તેવો શિક્ષકે દાવો કર્યો છે. ધો.8માં લેવાતી NMMS પરિક્ષાની તૈયારી ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ચુડા તાલુકાના જેપર ગામની પ્રા.શાળામાં ધો.1થી 8માં 54 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રા.શાળામાં અભ્યાસ કરતા ઈનોવેટિવ શિક્ષક ડૉ.દિપકકુમાર મહેતાએ એક માસના અથાગ પ્રયત્નો બાદ સાથી શિક્ષકો ચેતનકુમાર સાધુ, કિશનગીરી ગોસાઈ, દીપકભાઈ કચિયા તથા રીતેશભાઈ વાઘેલાના સહકારથી ધો.1થી 8ના પ્રથમ સત્રના તમામ વિષયોના એકમોની ઓનલાઈન ક્વિઝ બનાવી છે. ધો.1થી 8ના વિષયોના તેના તમામ એકમોની કુલ 14 PDF ફાઈલ તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થી PDF ફાઈલ ઓપન કરે એટલે વાદળી રંગની લિંક દેખાય છે.

પોતાના ધોરણ મુજબ વિદ્યાર્થી લિંકને ક્લીક કરે એટલે ક્વિઝ ઓપન થઈ જાય છે. http://jeparschool.blogspot.com બ્લોગ પરથી લિંક ખુલશે. જેમાં વિદ્યાર્થીએ નામ, શાળા અને ધોરણ એડ કરવાનું હોય છે.

વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને 10થી 50 પ્રશ્નો ક્વિઝમાં સામેલ કરવામાં આવ્યા છે. 7 કે 8 વિષયોના અંદાજે 287 એકમ ક્વિઝ બનાવવામાં આવી છે. તમામ ક્વિઝમાં હજારો સવાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્વિઝમાં સમયાંતરે પ્રશ્નો બદલાતા રહેશે.

એકજ પ્રશ્નો કાયમી નહીં હોય. આ લિંક ક્યારેય બદલાશે નહીં. આજ લિંક કાયમી રહેશે. સરલ રીતે બાળકો ક્વિઝ આપી શકશે. બાળકો, વાલી કે શિક્ષકો સાચા અને ખોટા પડેલ પ્રશ્નો જોઈ શકશે સાથે કેટલા માર્ક પ્રાપ્ત થયા તે જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.