Not Set/ રાજય માં ભારે વરસાદને કારણે પાંચ સ્ટેટ હાઇવે સહિત 64 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશાઈ થતા સ્થાનિકોને અવર-જવર કરવી મુશ્કેલ બનવા પામી છે

Gujarat Rajkot
Untitled 141 રાજય માં ભારે વરસાદને કારણે પાંચ સ્ટેટ હાઇવે સહિત 64 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

રાજય માં સૌરાષ્ટ્ર માં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત  કરાઈ છે  ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસયો હતો . રાજય માં  24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે.ભારે  વરસાદને કારણે રાજ્યમાં પાંચ સ્ટેટ હાઈવે સહિત 64 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગર, વલસાડ, રાજકોટ અને દ્વારકામાં થયો છે. તે ઉપરાંત છેલ્લા બે કલાક એટલે કે આજે સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 100થી વધુ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 180 મિમી અને રાજકોટના લોધિકામાં 150 મિમી વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદ ના  પગલે બનાસકાંઠાના કુલ 1, વડોદરનો 1, છોટાઉદયપુરનો 1, નર્મદાનો 1, નવસારીના 4,  વલસાદનો લોકલ 1 અને પંચાયતના 3, ડાંગ પંચાયતના 10, જામનગરના 3 સ્ટેટ હાઇવે, ભાવનગરનો 1, જૂનાગઢ પંચાયતના 3, અમરેલી સ્ટેટ હાઇવેનો 1 અને પંચાયતના 3 રસ્તા તેમજ પોરબંદર સ્ટેટ હાઇવે નો 1 રસ્તો સહિત કુલ 64 હાઇવે ભારે વરસાદને કારણે બંધ કરવામાં આવ્યા છે.

બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.  અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ સંભાવના રહેલી છે.

સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે એસ.ટી.બસોના વ્યવહાર ઉપર ખાસ અસર થઈ છે.ગઈકાલથી જ સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે આજ સવારથી જ મોટા ભાગમાં એસ.ટી રૂટો બંધ કરી દેવાયા છે. જામનગર સંપર્ક વિહોણું બન્યું છે.રાજકોટ, જૂનાગઢ સહિતના 130 એસટીના રૂટ બંધ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમરેલી-ભાવનગરમાં પણ હાઈ-વે ઉપર પાણી ભરતા કેટલાક રૂટ બંધ કરવાની વિચારણા હાલમાં ચાલી રહી છે.

ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશાઈ થતા સ્થાનિકોને અવર-જવર કરવી મુશ્કેલ બનવા પામી છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસતા ટ્રેન વ્યવહારમાં પણ ખાસ અસર થવા પામી છે. મુંબઈથી જામનગર આવતી ટ્રેનોનો રાજકોટમાં સ્ટોપ આપી દેવાયો છે કેમ કે જમનગરમાં મુશળધાર વરસાદ વરસતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.