CWG 2022/ નવીન કુમારે ફાઇનલમાં પાકિસ્તાનના પહેલવાનને હરાવી દેશને દિવસનો ત્રીજો ગોલ્ડ અપાવ્યો

નવીન કુમારે કુસ્તીમાં ભારતને છઠ્ઠો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે 74 કિગ્રા વજન વર્ગમાં પાકિસ્તાનના મોહમ્મદ શરીફ તાહિરને 9-0થી હરાવ્યો હતો

Top Stories Sports
11 9 નવીન કુમારે ફાઇનલમાં પાકિસ્તાનના પહેલવાનને હરાવી દેશને દિવસનો ત્રીજો ગોલ્ડ અપાવ્યો

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં નવમા દિવસે મેચો ચાલી રહી છે,ત્યારે નવીન કુમારે કુસ્તીમાં ભારતને છઠ્ઠો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે 74 કિગ્રા વજન વર્ગમાં પાકિસ્તાનના મોહમ્મદ શરીફ તાહિરને 9-0થી હરાવ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 34મો મેડલ છે.

નવીન પહેલા વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગમાં ભારતને ગોલ્ડ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં વિનેશનો આ સતત ત્રીજો ગોલ્ડ છે. તેણે 2014 અને 2018માં પણ ગોલ્ડ જીત્યો હતો. વિનેશની કેટેગરીમાં નોર્ડિક સિસ્ટમની સ્પર્ધાઓ હતી. આમાં, એક કુસ્તીબાજને તેના વજન વર્ગમાં હાજર તમામ હરીફો સામે રમવાનું હોય છે અને નંબર-1 કુસ્તીબાજને ગોલ્ડ મળે છે. વિનેશે તેની અત્યાર સુધીની તમામ મેચ જીતી છે. તેની છેલ્લી મેચ શ્રીલંકાના ચામુંડયા કેસાની સામે હતી. આમાં તેઓ 4-0થી જીત્યા હતા. જ્યારે વજન વર્ગમાં 6 કુસ્તીબાજો ન હોય ત્યારે નોર્ડિક સિસ્ટમ લાગુ કરવામાં આવે છે.

રેસલર રવિ દહિયાએ ભારત માટે 10મો ગોલ્ડ મેડલ જીત્યો. તેણે 57 કિગ્રા વજન વર્ગમાં ફાઈનલ મેચમાં નાઈજીરિયાના કુસ્તીબાજ ઈ વેલ્સનને 10-0થી હરાવ્યો હતો. આ પહેલા રવિએ પાકિસ્તાનના અસદ અલીને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેઓએ મેચ 14-4થી જીતી લીધી હતી. તે જ સમયે, રવિએ 1 મિનિટ 14 સેકન્ડમાં ન્યૂઝીલેન્ડના કુસ્તીબાજ સૂરજને 10-0થી હરાવીને ક્વાર્ટર ફાઈનલ મેચ જીતી લીધી હતી.