Not Set/ LIVE UPDATE : પ્રથમ દિવસના ટી બ્રેક બાદ ભારતના 3 વિકેટે 86 ઓવરમાં 383 રન

ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં શિખર ધવને શાનદાર બેટિંગ કરી સદી ફટકારી હતી. શિખર ધવને ખુબ જ આક્રમક બેટિંગ કરતા માત્ર 110 બોલમાં 91.82 ની સ્ટ્રાઈક રેટ સાથે સદી ફટકારી હતી. શિખર ધવન શરૂઆતથી જ આક્રમક જોવા મળ્યો અને શ્રીલંકાના દરેક બોલરની સામે ઝડપી રન બનાવ્યા હતા. ટીમમાં પુનરાગમન બાદ ફટકારી શાનદાર […]

World Sports
pujara LIVE UPDATE : પ્રથમ દિવસના ટી બ્રેક બાદ ભારતના 3 વિકેટે 86 ઓવરમાં 383 રન

ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં શિખર ધવને શાનદાર બેટિંગ કરી સદી ફટકારી હતી. શિખર ધવને ખુબ જ આક્રમક બેટિંગ કરતા માત્ર 110 બોલમાં 91.82 ની સ્ટ્રાઈક રેટ સાથે સદી ફટકારી હતી. શિખર ધવન શરૂઆતથી જ આક્રમક જોવા મળ્યો અને શ્રીલંકાના દરેક બોલરની સામે ઝડપી રન બનાવ્યા હતા.

ટીમમાં પુનરાગમન બાદ ફટકારી શાનદાર સદી 
શિખર ધવને પોતાની ઇનિંગમાં ૧૬ ચોગ્ગા ફટકાર્યા હતા. મુરલી વિજયને ઈજા થયા બાદ ટીમમાં સામેલ કરવામાં આવેલ શિખર ધવને આ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને પોતાની કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. શિખર ધવનની આ ઇનિંગ એટલા માટે ખાસ છે કેમકે તેમને ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં ખરાબ પ્રદર્શનના કારણે ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

શિખર ધવને જેવી જ રીતે ૧૧૦ બોલમાં સદી ફટકારી તેવી જ રીતે વર્ષ ૨૦૧૩ બાદ ત્રીજી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેને બની ગયા હતા. તેમ છતાં જો ૩ સૌથી ઝડપી સદી વાત કરીએ તો ત્રણે સદી શિખર ધવનના નામે છે. શિખર ધવને વર્ષ ૨૦૧૩ માં ઓસ્ટ્રેલિયા સામે (૮૫ બોલમાં સદી) પછી વર્ષ ૨૦૧૫ માં બાંગ્લાદેશ સામે (૧૦૧ બોલમાં સદી) ફટકારી હતી. હવે શિખર ધવએ શ્રીલંકા સામે ૧૧૦ બોલમાં સદી ફટકારી આ સિદ્ધિ પોતાના નામે કરી લીધી હતી.

શ્રીલંકા સામે પોતાની પ્રથમ મેચમાં સદી ફટકારી હતી અને તેના કારણે તે શ્રીલંકા સામે કારકિર્દીની શરૂઆતી ૨ મેચમાં ૨ સદી ફટકારનાર દુનિયાના પ્રથમ બેટ્સમેન બની ગયા છે. શિખર ધવને આ અગાઉ વર્ષ ૧૨ ઓગસ્ટ, ૨૦૧૫ માં ગાલેમાં જ પ્રથમ ઇનિંગમાં ૧૩૪ રન બનાવ્યા હતા. જયારે આ ઇનિંગમાં તેમને ૧૯૦ રન બનાવ્યા હતા.

જ્યારે પુજારાએ આક્રમક રમત બતાવતા 136 અને અજીંકય રહાણે ૩૪ રન બનાવી રમતમાં છે જયારે અભિનવ મુકુન્દ 12 રન, વિરાટ કોહલી ૩, રને પ્રેવેલિયન પરત ફર્યા હતાં. જ્યારે શિખર ધવન બેવડી સદી ચુકી ગયો હતો.