Not Set/ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત નિરાશાજનક રહી, T20 મેચમાં 18 રને મળી હાર

ભારતીય મહિલા ટીમની ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટીમને એકમાત્ર T20 મેચમાં યજમાન ટીમનાં હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

Sports
ગુજપાક 6 ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત નિરાશાજનક રહી, T20 મેચમાં 18 રને મળી હાર

ભારતીય મહિલા ટીમની ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટીમને એકમાત્ર T20 મેચમાં યજમાન ટીમનાં હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે બુધવારે ક્વીન્સટાઉનનાં ઓવલ મેદાન પર રમાયેલી એકમાત્ર T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 18 રનથી હરાવીને શ્રેણી જીતી લીધી હતી.

આ પણ વાંચો – રમતનો ડર કે પછી..  / ખરાબ પ્રદર્શન પછી ખેલાડીઓ એટલા ડરી જાય છે કે તેઓ તેમના દેશમાં પાછા ફરવા માંગતા નથી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે 5 વિકેટે 155 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ આખી ઓવર રમીને 8 વિકેટે 137 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી યસ્તિકા ભાટિયાએ 26, એસ મેઘનાએ 37, શેફાલી વર્માએ 13 અને સુકાની હરમનપ્રીત કૌરે 12 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેસ કેર, એમિલા કેર અને હેલી જેન્સને બે-બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – IPL 2022 Mega Auction / ઓક્શનની તૈયારી મહિનાઓ અગાઉથી શરૂ થાય છે, જાણો કેવી રીતે ટીમો નક્કી કરે છે કે કયા ખેલાડીને ખરીદવો!

આ પહેલા ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ કરવા ઉતરવું પડ્યું હતું. ટીમ માટે સુઝી બેટ્સે સૌથી વધુ 34, કેપ્ટન સોફી ડિવાઇન 31, લિયા તાહુહુએ 27, મેડી ગ્રીને 26 અને એમેલિયા કારે 17 રન બનાવ્યા હતા. ભારત તરફથી પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરતાં બે-બે વિકેટ લીધી હતી. પૂજાએ 14 ઓવરમાં માત્ર 16 રન આપ્યા અને 17 બોલ ડોટ ફેંક્યા હતા. તેના સિવાય રાજેશ્વરી ગાયકવાડે 4 ઓવરમાં 39 રન આપીને વિકેટ લીધી હતી. હવે બંને ટીમો વચ્ચે 12 થી 24 ફેબ્રુઆરી દરમિયાન 5 મેચની ODI શ્રેણી રમાશે. તમામ મેચ ક્વીન્સટાઉનમાં યોજાશે.