સુરેન્દ્રનગર,
આ વર્ષે ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછો વરસાદ પડવાના કારણે પાણીની અછત જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર થાન અને મોરથરા વચ્ચે 10દિવસથી પાણીનો વાલ લીકેજ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે, જાણે તંત્રએ આંખ આડા કાન કરી લીધા હોય તેમ આટલા દિવસથી સતત પાણીનો વેડફાટ થઇ રહ્યો હોવા છતાં હજુ સુંધી કોઈ રિપેરિંગ કામ કરવાની કાર્યવાહી શરુ કરી નથી. સતત પાણી વેડફાટને કારણે આજુબાજુના વિસ્તારમાં પાણી ફરી વળ્યુ છે.જેના કારણે લોકોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.