આગ/ ભરૂચમાં GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ટીમ ઘટનાસ્થળે

દક્ષિણ ગુજરાતના ભરૂચમાંથી આગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં અવાર નવાર આગની ઘટનાઓ ઘટતી રહે છે

Top Stories Gujarat
Panoli GIDC

Panoli GIDC:   દક્ષિણ ગુજરાતના ભરૂચમાંથી આગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં અવાર નવાર આગની ઘટનાઓ ઘટતી રહે છે, આજે ફરી એકવાર પાનોલી જીઆઇડીસીમાં કંપનીમાં આગની ઘટના સામે આવી છે. આગની આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા તે સત્વરે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવા માટે કવાયાત હાથ ધરી છે, હજુ સુધી આગ કાબુમાં આવી નથી, આગ એટલી  ભયંકર હોવાથી આગના ધૂમાડો ચોમેર ફેલાઇ ગયા હતા અને આકાશમાં ગોટે ગોટા ધૂમાડાના જોવા મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર (Panoli GIDC)  પાનોલી જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં આગની ઘટના બની છે. જોકે તે આગના ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી ફેલાઈ જતા બે ગામો પ્રભાવિત થયા છે.  કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ છે. તેના કારણે તંત્ર હરકતમાં આવી ગયો છે અને સત્વરે ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

ભરૂચ (Panoli GIDC) પાનોલી જીઆઈડીસીમાં એક આગની ઘટના બની છે. અહીં આવેલી એક ફાર્મા કેમીકલ કંપનીમાં આગની ઘટના બની હોવાની વિગતો મળી રહી છે. જોકે આ આગને કારણે વિવિધ વિસ્તારોમાં ધૂમાડાના ગોટેગોટા વળી ગયા છે. જેના કારણે બે ગામના લોકોને અસર પહોંચી રહી છે.

સ્થાનીક લોકોને( Panoli GIDC) આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થયાની વિગતો મળી રહી છે. આગના ધૂમાડાથી બે ગામ પ્રભાવીત થયાની જાણકારી મળતા પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે તાત્કાલીક દોડી આવ્યું હતું. સાથે જ તંત્ર દ્વારા જરૂર પડે લોકોનું સ્થળાંતરની તૈયારીઓ પણ કરવાની તૈયારી પણ છે. ઉપરાંત આરોગ્ય તંત્રએ પણ આનુંસાંગિક તૈયારીઓ કરી લીધી છે.

China Corona/ચીનના જુઠ્ઠાણાનો પર્દાફાશ! કોરોનાથી સ્થિતિ બેકાબૂ,સેટેલાઇટ તસવીરોએ ખોલી

બેઠક/કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે કિસાન મોરચાના આગેવાનોની સાથે બેઠક યોજાઇ,અનેક મુદ્દા