રિલાયન્સ જીઓ ગીગા ફાઈબર હાઈ સ્પીડ બ્રોડબેન્ડ સેવા લઈને માર્કેટમાં આવી રહી છે. મુકેશ અંબાણીની કંપનીએ આ સેવાના લોન્ચ કરવાની વાતને કન્ફર્મ કરી દીધી છે. પરંતુ આ સેવામાં ક્યા પ્લાન ઓફર કરવામાં આવશે? તેનાં વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ગીગા ફાઈબર ના લોન્ચિંગ સમયે કંપનીએ કહ્યું હતું કે, આ સેવા યુઝર્સની રુચિના આધાર પર કામ કરશે. કંપનીએ ઓગસ્ટ મહિનામાં આ સેવાને લોન્ચ કરી છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ઓગસ્ટમાં યુઝર્સ દ્વારા થતા રજિસ્ટ્રેશનના આધારે કંપની આવતા મહીને સપ્ટેમ્બરમાં તેના પ્લાન્સની જાહેરાત કરશે અને આ સેવા ક્યા પ્રદેશથી શરૂ થશે એની પણ ઘોષણા થઇ શકે છે.
જીઓ ટેલિકોમ સેવાની શરૂઆતમાં કંપનીએ યુઝર્સ ને ત્રણ મહિના સુધી ફ્રી પ્રિવ્યુ ઓફર આપી હતી. જેની અંદર જીઓના ગ્રાહકોને ત્રણ મહિના સુધી જીઓની સેવા મફત મળી હતી. યુઝર્સના રિસ્પોન્સના આધારે એવો અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે કંપની બ્રોડબેન્ડ પ્લાન્સ પણ આ રીતે ઓફર કરી શકે છે. જીઓ ગીગા ફાઈબર પ્રીવ્યુ એવી ઓફર આપી શકે છે કે, જેમાં યુઝર્સને 3 મહિના સુધી મફત સેવાઓ આપવામાં આવે. જોકે આ સેવાઓ ફ્રી ન હોયને ઈફેક્ટીવ પ્રાઈઝ પર પણ આધારિત પણ હોય શકે છે. જેમ કે શરૂઆતમાં યુઝર્સે અમુક રકમ ચુકવવાની રહેશે અને પછી આ રકમને રિફંડ કરી દેવામાં આવે.
શરૂઆતમાં જીઓ ગીગા ફાઈબરના બધાં સબસ્ક્રાઈબર્સને જીઓ ગીગા ફાઈબર પ્રિવ્યુ ઓફર આપવામાં આવી શકે છે. ત્યારબાદ પ્રિવ્યુ ઓફર 3 મહિના માટે ચાલશે. આ ઓફરની અંદર યુઝર્સ ને 100 Mbpsની ડાઉનલોડ અને અપલોડની સ્પીડ મળશે. આ સાથે જ 100 જીબી ડેટા માસિક FUPની સાથે મળશે. જીઓ ઉપભોક્તાઓને ડેટા ટોપ અપ્સ રૂપે વધારે ડેટા પણ આપવામાં આવશે. જો યુઝર્સ એક મહિનામાં 100 જીબીથી વધુ ડેટા વાપરી નાખે તો ત્યારબાદ પણ ડેટા ટોપ અપ્સની મદદથી તે 100 Mbps સ્પીડનો લાભ ઉઠાવી શકે છે. યુઝર્સ કેટલા ટોપ અપ્સ વાપરી શકશે, તે વાતને લઈને હજી સુધી કોઈ ખુલાસો થયો નથી.