દિલ્હી: દેશના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામના વલણ આવવાના શરૂ થઈ ગયા છે.જેમાં મુખ્ય ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
હાલમાં વિવિધ પાંચ રાજ્યોમાંથી વિધાનસભાની ચૂંટણીના વલણ સામે આવી રહ્યા છે. આ પાંચ રાજ્યોના વલણમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ (એમપી) અને છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. જયારે તેલંગાનામાં ટીઆરએસ અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) આગળ ચાલી રહ્યા છે. જો કે તેલંગાના અને મિઝોરમમાં સ્થાનિક પક્ષો બાદ કોંગ્રેસ બીજા ક્રમે ચાલી રહી છે.
પાંચ રાજ્યોના રાજ્યવાર વલણ
Madhya Pradesh (230/230)
For Majority : 116
LEAD WON TOTAL 2013
BJP 106 0 106 (-59) 165
CONG 112 0 112 (54) 58
OTH 12 0 12 (5) 7
Rajasthan (197/200*)
For Majority : 101
LEAD WON TOTAL 2013
BJP 80 0 80 163
CONG 105 0 105 21
OTH 12 0 12 16
Chhattisgadh (90/90)
For Majority : 46
LEAD WON TOTAL 2013
BJP 23 0 23 (-26) 49
CONG 60 0 60 (21) 39
OTH 7 0 7 (5) 2
Telangana (118/119)
For Majority : 60
LEAD WON TOTAL 2013
TRS 90 0 90 63
CONG+ 16 0 16 37
AIMIM 4 0 4 7
BJP 5 0 5 5
OTH 3 0 3 7
Mizoram (39/40)
For Majority : 21
LEAD WON TOTAL 2013
CONG 10 0 10 34
MNF 23 0 23 5
BJP 2 0 2 0
ZNP+ 0 0 0 0
OTH 4 0 4 1
હાલમાં આ પાંચ રાજ્યોમાં કોણ સત્તા પર છે
મધ્યપ્રદેશ– ભાજપ
રાજસ્થાન– ભાજપ
છત્તીસગઢ– ભાજપ
તેલંગાણા– ટીઆરએસ
મિઝોરમ– કોંગ્રેસ
ત્રણ મુખ્ય રાજ્ય એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં ગત ચૂંટણીમાં કોણ જીત્યું હતું?
પક્ષ મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન
ભાજપ 165 49 163
કોંગ્રેસ 58 39 21
બસપા 4 1 13
અન્ય 3 1 13
કુલ 230 90 200
અન્ય બે રાજ્યોમાં શું સ્થિતિ હતી
તેલંગાણા વિધાનસભા-2014
કુલ સીટ- 119
પક્ષ સીટ વોટ શેર
TRS 63 34.4%
કોંગ્રેસ 21 25.2%
TDP 15 14.7%
AIMIM 7 3.8%
ભાજપ 5 7.1%
અપક્ષ 1 5%
મિઝોરમ- 2013ના પરિણામ
કુલ સીટ- 40
કોંગ્રેસ 34
MNF 5
MPP 1
ભાજપ 0
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણી અંતર્ગત વિવિધ સંસ્થા દ્વારા આઠ એક્ઝિટ પોલ્સના સર્વે કરવામાં આવ્યા હતા. જેના અંતર્ગત મધ્યપ્રદેશના 8 એક્ઝિટ પોલ્સમાંથી 5 સર્વેમાં કોંગ્રેસને આગળ દર્શાવવામાં આવી છે.
જ્યારે રાજસ્થાનના 7 એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસને આગળ બતાવવામાં આવી છે. છત્તીસગઢમાં 5 એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસને તો ત્રણ સર્વેમાં ભાજપને આગળ દેખાડવામાં આવી છે. પાંચ રાજ્યોમાં કુલ 679 વિધાનસભા સીટ છે તેમાંથી હાલ 56 ટકા એટલે કે 382 સીટો ભાજપ પાસે છે.