દેશમાં પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીની મત ગણતરી શરુ થઇ ચુકી છે. પરિણામના શરૂઆતી વલણોમાં ભાજપ પાછળ હોય, શેર બજારમાં અસર જોવા મળી રહી છે. શેર બજારમાં 503 પોઈન્ટનો કડાકો નોંધવામાં આવ્યો છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સત્તાને લઈને ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. બજારમાં વેચવાલીનું પણ ખુબ પ્રેશર દેખાઈ રહ્યું છે. સેન્સેક્સની સાથે નિફટીમાં પણ 144 પોઈન્ટનો ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ઉપરાંત આરબીઆઇ ગવર્નર ઊર્જિત પટેલે પણ પદ પરથી રાજીનામુ આપતા ભારતીય શેર બજારોમાં મંદી વધારે ઘેરી બનવાના એંધાણ છે. એફઆઇઆઇ દ્વારા વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓએ પ્રોફિટ બુકિંગ કરતા શેર બજાર પર ઘેરી અસર પડી છે.
રાજ્યોની ચૂંટણીઓના એક્ઝિટ પોલમાં ભાજપ-કોંગ્રેસ નેક ટુ નેક રહે તેવી ધારણાઓ કારણે પણ શેર બજારમાં કડાકો નોંધાયો છે.