Not Set/ એનએસએ કક્ષાની બેઠક, ફ્રાંસ ભારતને વધુ 36 રાફેલ વેચવા માંગે છે

ફ્રાંસ અન્ય સંરક્ષણ સાધનોની સાથે ભારતને વધુ 36 રાફેલ વેચવા માંગે છે. તેમાં નેવી માટે હેલિકોપ્ટર અને કોસ્ટગાર્ડ માટે સબમરીનનો પણ સમાવેશ છે. ગુરુવારે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ), ઇમેન્યુઅલ બોન, રાજધાની દિલ્હીમાં ભારતના એનએસએ અજિત ડોભાલને મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં રાફેલ સહિતના સંરક્ષણ ઉપકરણો પર ચર્ચા થઈ […]

Top Stories India
modi france એનએસએ કક્ષાની બેઠક, ફ્રાંસ ભારતને વધુ 36 રાફેલ વેચવા માંગે છે

ફ્રાંસ અન્ય સંરક્ષણ સાધનોની સાથે ભારતને વધુ 36 રાફેલ વેચવા માંગે છે. તેમાં નેવી માટે હેલિકોપ્ટર અને કોસ્ટગાર્ડ માટે સબમરીનનો પણ સમાવેશ છે. ગુરુવારે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ), ઇમેન્યુઅલ બોન, રાજધાની દિલ્હીમાં ભારતના એનએસએ અજિત ડોભાલને મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં રાફેલ સહિતના સંરક્ષણ ઉપકરણો પર ચર્ચા થઈ શકે છે.

પ્રાપ્ત સૂત્રો અનુસાર, એનએસએ કક્ષાની આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન એક સપ્તાહ પહેલા જી -7 શિખર સંમેલનમાં મળ્યા હતા. બંનેએ પ્રથમ પેરિસમાં અને ત્યારબાદ બિયારિટ્ઝ શહેરમાં દ્વિ-પક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના મધ્યમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાન્સની મુલાકાતે જાય તેવી સંભાવના છે. પ્રથમ રાફેલ વિમાન સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ભારત આવશે.

ભારતીય વાયુ સેનાના પાઇલટ્સને કેટલાક મહિનાઓ માટે ફ્રાન્સમાં રાફેલ ઉડાનની તાલીમ આપવામાં આવશે. રાફેલનિપહેલી બેચ માં 36 વિમાન સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફ્રાંસ ઈચ્છે છે કે, ભારત ફ્રાંસ પાસેથી 36 રાફેલ વિમાનોની બીજી બેચ ખરીદે. પરંતુ એવું માનવમાં આવે છે કે,  તેના પાર્ટસ મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં બનાવવામાં આવશે. ફ્રાન્સ ફ્લાય વેની સ્થિતિમાં પ્રથમ બેચના 36 વિમાન ભારત મોકલશે.

સંરક્ષણ સાધનોના આગલા સેટમાં, ફ્રાંસ કોસ્ટ ગાર્ડને હેલિકોપ્ટર અને નૌકાદળને સબમરીન અને ફાઇટર એરક્રાફ્ટ માટેના નવા એન્જિન વેચવા માંગે છે. ભારત-ફ્રાન્સે તેમના સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે રાફેલ વિમાનની ડિલિવરી આ વર્ષથી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી અને મેક્રોનએ કરારોની પ્રગતિથી સંતોષ વ્યક્ત કર્યો છે. બંને દેશોએ સંરક્ષણ ઉદ્યોગના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબુત બનાવવાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી છે અને મેક ઇન ઇન્ડિયા હેઠળ બંને દેશોની સંરક્ષણ કંપનીઓ વચ્ચેની ભાગીદારીને ટેકો આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.