મોદી કેબિનેટ/ કેબિનેટના વિસ્તરણ બાદ વડાપ્રધાન મોદીએ ગર્વમેન્ટ ફોર ગ્રોથનો નારો આપ્યો

પીએમ મોદીએ # સરકાર ફોર ગ્રોથ હેશટેગના એક ટ્વિટમાં બુધવારે પ્રધાન પદના શપથ લીધેલા નેતાઓને અભિનંદન આપ્યા અને એમ પણ કહ્યું કે તેમની સરકાર લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે કામ ચાલુ રાખશે.

Top Stories
pm 1 કેબિનેટના વિસ્તરણ બાદ વડાપ્રધાન મોદીએ ગર્વમેન્ટ ફોર ગ્રોથનો નારો આપ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંડળમાં મોટા ફેરફાર કર્યા અને વિસ્તરણ બાદ તેમની સરકાર વિકાસ માટે સમર્પિત ગણાવી છે. પીએમ મોદીએ # સરકાર ફોર ગ્રોથ હેશટેગના એક ટ્વિટમાં બુધવારે પ્રધાન પદના શપથ લીધેલા નેતાઓને અભિનંદન આપ્યા અને એમ પણ કહ્યું કે તેમની સરકાર લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે કામ ચાલુ રાખશે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, આજે હું શપથ લેનારા તમામ સાથીઓને અભિનંદન આપું છું અને પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ માટે સૌને શુભેચ્છા પાઠવું છું. અમે લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા અને મજબૂત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનું કામ ચાલુ રાખીશું.

cabinet modi કેબિનેટના વિસ્તરણ બાદ વડાપ્રધાન મોદીએ ગર્વમેન્ટ ફોર ગ્રોથનો નારો આપ્યોગૃહ પ્રધાન અમિત શાહે પણ મંત્રીઓને અભિનંદન આપવા માટે # સરકાર ફોર ગ્રોથનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું, મંત્રીના શપથ લીધેલા તમામ સાથીઓને અભિનંદન. મને ખાતરી છે કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આખું મંત્રીમંડળ સરકારની કલ્યાણ નીતિઓને સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે લોકો સુધી લઇ જવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે.

બુધવારે કેન્દ્રીય પ્રધાનોની પરિષદમાં ફેરબદલ અને વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આમાં હર્ષ વર્ધન, રમેશ પોખરીયલ નિશંક, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, ડીવી સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર જેવા નેતાઓને કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી છૂટા કરવામાં આવ્યા હતા, જ્યારે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સરકાર બનાવવામાં મદદ કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયા અને શિવસેનાથી ભાજપમાં આવેલા નારાયણ રાણેને કેબિનેટ મંત્રી પદથી નવાજવામાં આવ્યા હતા. પ્રધાન પરિષદના આ વિસ્તરણ અને ફેરબદલમાં 36 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે સાત વર્તમાન રાજ્ય પ્રધાનોની બઢતી મળીને કેબિનેટમાં સામેલ કરવામાં આવયા છે. .