Not Set/ શરમજનક !! ટોળાનો શિકાર બન્યો એક છોકરો, DTC બસમાં કપડા કાઢી માર્યો ઢોર માર, વાયરલ થયો વીડિયો

દેશની રાજધાની દિલ્હીમાં એક જાહેર પરિવહન વાહનમાં એક છોકરાને માર માર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં રાજધાની દિલ્હીથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમાચાર મુજબ, દિલ્હીની DTC બસમાં એક છોકરાની સાથે મારા મારી કરી તેને બસની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. તેટલુ જ નહી, તેના કપડા પણ ઉતારી દેવામાં આવ્યા હતા. […]

Top Stories India
1567577321 Delhi studentbeaten શરમજનક !! ટોળાનો શિકાર બન્યો એક છોકરો, DTC બસમાં કપડા કાઢી માર્યો ઢોર માર, વાયરલ થયો વીડિયો

દેશની રાજધાની દિલ્હીમાં એક જાહેર પરિવહન વાહનમાં એક છોકરાને માર માર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં રાજધાની દિલ્હીથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમાચાર મુજબ, દિલ્હીની DTC બસમાં એક છોકરાની સાથે મારા મારી કરી તેને બસની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. તેટલુ જ નહી, તેના કપડા પણ ઉતારી દેવામાં આવ્યા હતા.

Image result for delhi dtc bus

આ ઘટના 29 ઓગષ્ટની છે, આ ઘટના દરમિયાન, એક બસ મુસાફરે તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દિલ્હી પોલીસે કહ્યું કે, તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, તેઓ આ વીડિયોની તપાસ કરી રહ્યાં છે અને ચોક્કસ સ્થાન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મળી રહેલી માહિતી અસર આ ઘટના 165 એ આનંદ વિહાર રૂટ પર બની હોવાનુ સામ આવી રહ્યુ છે. ચોરીની આશંકાએ બસનાં ટોળાએ છોકરાને ઢોર માર માર્યો હતો અને તેના કપડા પણ ફાંડી નાખ્યા હતા. તેવી જ સ્થિતિમાં તેને બસની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. કૌસ્તુભ મેહતા નામના એક ટ્વિટર યુઝરે આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

https://twitter.com/KaustubhMehta97/status/1168869095481237504

વીડિયોમાં જોઇ શકાય છે કે પીડિત છોકરો ટોળા સામે આજીજી કરી રહ્યો છે અને પોતાની ઉપર દયા રાખવાની વિનંતી કરે છે. શરૂઆતમાં થોડા લોકો જ તેની સાથે પૂછપરછ કરતા હતા, પરંતુ તેને ધ્યાનમાં રાખીને, ઘણા લોકોનું ટોળુ તેની નજીક ભેગુ થઇ જાય છે. જો કે વીડિયોમાં બધું સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ એટલું સમજી શકાય છે કે કેટલાક લોકો છોકરા સાથે મારા મારી કરી રહ્યા છે. થોડીક સેકંડમાં, તે વીડિઓમાં દેખાય છે કે ત્યાં હાજર એક વ્યક્તિ છોકરાને ધક્કો મારી તેનો શર્ટ ઉતારી તેને નગ્ન કરી દે છે. દરમિયાન, છોકરો સતત રડતો જોઇ શકાય છે. શરમની વાત એ છે કે આ સમય દરમ્યાન આખી બસમાંથી કોઈએ છોકરાની મદદ કરવા આગળ ન આવ્યુ. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બાળકોની સુરક્ષાને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.