Not Set/ ઉત્તર ભારતમાં વાવાઝોડું: યુપી, બિહાર અને દિલ્હીમાં હાલત ખરાબ

દેશના ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આ વાવાઝોડાના કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ દિલ્હી એનસીઆર સહિતના અનેક રાજ્યોમાં વંટોળ અને તોફાનના કારણે લોકોનું જનજીવન બેહાલ બન્યું છે. સોમવારે સાંજે દિલ્હી અને એનસીઆર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ વાવાઝોડાની […]

Top Stories
dc Cover st8tnk0ne08sfhmmf4n4ekdl41 20180507081645.Medi ઉત્તર ભારતમાં વાવાઝોડું: યુપી, બિહાર અને દિલ્હીમાં હાલત ખરાબ

દેશના ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આ વાવાઝોડાના કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ દિલ્હી એનસીઆર સહિતના અનેક રાજ્યોમાં વંટોળ અને તોફાનના કારણે લોકોનું જનજીવન બેહાલ બન્યું છે. સોમવારે સાંજે દિલ્હી અને એનસીઆર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

આ વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને દિલ્હી, હરિયાણામાં  શાળાઓ બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડાની અસરને અનુલક્ષીને કોઈ મોટી જાનહાની ન સર્જાય તે માટે સંબંધિત રાજ્યો દ્વારા પોતાના વહીવટી તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે.

દેશમાં વાવાઝોડાની અસરના કારણે સોમવારે સાંજે રાજસ્થાનમાં પણ ઘણા સ્થળો પર આકાશમાં ધૂળની ડમરીઓ છવાઇ ગઇ હતી. જોકે હવાનું દબાણ ઓછું થતાં હવામાનનું જોર નબળું પડી રહ્યું છે જેના કારણે કોઈ મોટી નુકશાની થવા પામી ન હતી. જયારે બીજી તરફ ઉત્તર ભારતના પર્વતીય અને ઉંચાઇવાળા વિસ્તારોમાં હિમવર્ષા પડી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. અનેક વિસ્તારોમાં સામાન્યથી માંડીને ભારે વરસાદ પડ્યો હોવાની માહિતી મળી છે.

આ દરમિયાનમાં હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે, આગામી 24 કલાક સુધી આવી સ્થિતિ બની રહેશે. રાજસ્થાનના ઘણા ભાગોમાં ધૂળના વાદળ છવાઇ ગયા છે. હવામાનના બદલતા મૂડને જોતાં ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

આગાહી મુજબ હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જયારે કેલોંગનું ગુરુત્તમ તાપમાન 3.5 ડિગ્રી સે. નીચું ઉતરી ગયું છે. શિમલામાં પણ તાપમાન તાપમાનનો પારો 4 અને 5 ડિગ્રી નીચે ઉતરી ગયો હોવાની માહિતી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી.

સોમવારે સાંજે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હી અને NCRમાં 50-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. વંટોળ અને વાવાઝોડાના એલર્ટને લીધે દિલ્હીમાં મંગળવારે તમામ સાંજની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મેટ્રો રેલવે દ્વારા મેટ્રોની ગતિ 40થી વધુની ઝડપે ન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ દરમિયાન આગામી સમયમાં વાવાઝોડા અને વંટોળની અસર દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં પણ જોવા મળી શકે છે તેવી પણ જાહેરાત હવામાન વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં કર્ણાટક, તમિલનાડુ અને કરેળમાં પણ વરસાદ અને તૂફાનની અસર જોવા મળી શકે છે. જેના પગલે ત્યાં પણ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.