Election/ અમદાવાદમાં જો કોંગ્રેસ સત્તા પર આવશે તો મળશે ફ્રી વાઇફાઇ તેમજ 50,000 રોજગારી, મેનિફેસ્ટો જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે મતદારોને રીઝવવા માટે હવે કોંગ્રેસ દ્વારા શહેર પ્રમાણે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવી રહ્યા છે.અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે

Top Stories Gujarat
congress sunday અમદાવાદમાં જો કોંગ્રેસ સત્તા પર આવશે તો મળશે ફ્રી વાઇફાઇ તેમજ 50,000 રોજગારી, મેનિફેસ્ટો જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે મતદારોને રીઝવવા માટે હવે કોંગ્રેસ દ્વારા શહેર પ્રમાણે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવી રહ્યા છે.અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ  દ્વારા ઉમેદવારોની પસંદગી પણ કરી લેવામાં આવી છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે બંન્ને પાર્ટીઓ નીત નવી જાહેરાતો કરી રહી છે. સાથે જ પ્રચાર માધ્યમોમાં વ્યસ્ત પણ થઇ ગઇ છે. આ દરમિયાન અમદાવાદ મનપા માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે.

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની ફોજ તૈયાર, સી.આર.પાટીલે હોદ્દેદારો અને અગ્રણીઓની યાદી કરી જાહેર

એક તરફ ભાજપ દ્વારા ડિજિટલલાઈઝેશનને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ યુવાન મતદારોને આકર્ષવા માટે એ પ્રકારના વાયદાઓ કરવામાં આવી રહ્યા છે.કોંગ્રેસના મેનિફેસ્ટો કમિટીના ચેરમેન દિપક બાબરીયા દ્વારા અમદાવાદ મનપાનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, જો અમદાવાદ મનપામાં તેમની પાર્ટી જીત મેળવશે તો શહેરમાં 50 હજાર નવી રોજગારીની ગેરંન્ટી આપવામાં આવશે. સાથે જ અમદાવાદમાં ફ્રી વાઈફાઈની સેવા પણ આપવામાં આવશે.

covid19 / ચીનની દાદાગીરી, WHOને પ્રારંભિક આંકડા આપવાનો ઇનકાર

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં સામાન્ય માણસને સિટી બસમાં ખાસ કન્શેસન પાસ આપવાનો વાયદો કરાયો છે. સાથે જ શહેરના દરેક નાગરિકોને ફ્રી કોરોના વેક્સીન અપાશે અને કોરોના મહામારી દરમિયાન લાગેલા લોકડાઉન સમયનો મિલકત વેરો પણ માફ કરાશે. સાથે જ લારી-ગલ્લાવાળાઓને હપ્તારાજમાંથી છુટકારો આપવાનો પણ કોંગ્રેસ પાર્ટીએ વાયદો કર્યો છે. દરેક એરિયામાં પાર્કિંગ સુવિધા સાથેના શાકભાજી બજારો ભરવા. ઘાયલ અબોલ પશુ-પંખી માટે 24 કલાક મહાવીર મોબાઈલ સર્વિસ અપાશે. બિન ઉત્પાદક અને બીમાર ગાય માતા માટે ગોવિંદ ગૌ સેવા કેન્દ્રો ઉભા કરાશે. બંધ થવાની આરે આવેલ વીએસ હોસ્પિટલને 1500 બેડ સાથે પુનઃ શરૂ કરવાનો વાયદો પણ કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…