gangrape/ અવળી ગંગાઃ ચાર યુવતીઓએ યુવાનને ઉઠાવી જઈ બળાત્કાર કર્યો

પંજાબના જાલંધરમાં ચાર યુવતીઓએ યુવકનું અપહરણ કરીને તેની સાથે દુષ્‍કર્મ કર્યું અને બાદમાં તેને છોડી મુકયો હતો. આ ઘટના લેદર કોમ્‍પ્‍લેક્ષ રોડની છે. આ સમગ્ર મામલામાં હજૂ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. જો કે યુવાન પોતાને જીવતો છોડવા બદલ નસીબદાર માને છે. 

Top Stories India

જલંધરઃ પંજાબના જલંધરમાં (Jalandhar) ચાર યુવતીઓએ યુવકનું અપહરણ (Kidnap) કરીને તેની સાથે દુષ્‍કર્મ કર્યું અને બાદમાં તેને છોડી મુકયો હતો. આ ઘટના લેડર કોમ્‍પ્‍લેક્ષ રોડની છે. આ સમગ્ર મામલામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. જો કે યુવાન પોતાને જીવતો છોડવા બદલ નસીબદાર માને છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, ફેક્‍ટરીમાં કામ કરનારા યુવકે જણાવ્‍યું કે, તે બપોરે પોતાના કામેથી ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્‍તા પર એક ગાડી તેની નજીકમાં આવીને ઊભી રહી. તેમાં બેઠેલી ચાર છોકરીઓએ તેને સરનામું પુછયું અને તે સરનામું બતાવી રહ્યો હતો, એટલી માટે ચારેય યુવતીઓએ તેને કંઈક સુંઘાડી બેભાન કરી નાખ્‍યો બાદમાં તેનું અપહરણ કરીને ઉઠાવી લઈ ગઈ.

યુવકે આરોપ લગાવ્‍યો છે કે, ત્‍યાર બાદ ગાડીમાં જ એક એક કરીને ચારેય યુવતીઓએ તેની સાથે અર્ધબેહોશીની હાલતમાં જબરદસ્‍તી સંબંધ બાંધ્‍યો. યુવકનું કહેવુ હતું કે, ચારેય છોકરીઓની ઉંમર 22થી 23 વર્ષની વચ્‍ચે હતી. હાલમાં પોલીસને આ સંબંધિત કોઈ ફરિયાદ મળી નથી. જો કે, હવે લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, હવે તો પુરુષો પણ સુરક્ષિત નથી.

આમ મહિલાઓ પરના દુષ્કર્મની વાતો વચ્ચે આ અવળી ગંગા જેવી સ્થિતિ જોવા મળી છે.  યુવકે જણાવ્યું હતું કે તેને બેભાન કરીને લઈ જવામાં આવ્યો હોવામાં આવ્યો હોવાથી તેને ગાડીનો નંબર ખબર નથી. આ બનાવના પગલે તે જબરજસ્ત આઘાત અનુભવી રહ્યો છે. તેને કલ્પના પણ આવતી નથી કે પુરુષ સાથે આવું થઈ શકે છે અને યુવતીઓ પણ આવું કરી શકે છે. યુવાનને તેની સાથે આવું થયાની શરમ હોવાથી પોલીસ ફરિયાદ પણ નોંધાવી નથી.

આ પણ વાંચો

Gujarat Election/ ચૂંટણી પહેલા રાજકોટમાંથી વિદેશી દારૂ ઝડપાયો,પોલીસે મુદ્દામાલ સાથે ડ્રાઇવરની કરી ધરપકડ

Accident/ નાઈજીરીયામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 37 લોકોના મોત,બચાવ કામગીરી