Gujarat Election/ ચૂંટણી પહેલા રાજકોટમાંથી વિદેશી દારૂ ઝડપાયો,પોલીસે મુદ્દામાલ સાથે ડ્રાઇવરની કરી ધરપકડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હવે રાજકિય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે રણનીતિ અપનાવી રહ્યા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
  • વિધાનસભા ચૂંટણી પહેલા દારૂનો જથ્થો ઝડપાયો
  • રાજકોટમાં પોલીસની મોટી કાર્યવાહી
  • એરપોર્ટ પોલીસ દ્રારા ઝડપ્યો દારૂનો જથ્થો
  • 449 પેટી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો
  • કુલ 5388 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • ગુંદાળાના પાટીયા નજીકથી જથ્થો પકડી પાડ્યો
  • પોલીસે મુદ્દામાલ સાથે ડ્રાઇવરની કરી ધરપકડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હવે રાજકિય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે રણનીતિ અપનાવી રહ્યા છે. હાલ રાજ્યમાં દારૂ અને રૂપિયાઓ પકડાઇ રહ્યા છે. રાજકોટમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા મસમોટું દારૂનો જથ્થો ઝડપાયો છે, એરોપર્ટ પાસેથી 449 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ગંદાળા પૈાટિયા પાસે આ દારૂનો જથ્થો ઝડપાયો છે, પોલીસે 449 પેટી એટલે કે 5388 વિદેશી બોટલ પકડી પાડ્યું છે. પોલીસે મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી છે. હાસલ પોલીસ આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.રાજકોટ પોલીસે કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે આચારસંહિતા મામલે યુસ્ત પાલન થાય અને દારી સહિત નશીલા પદાર્થો ચૂંટણીમાં ઉપયોગ ન થાય તે માટે આદેશ પણ આપ્યા છે.