Not Set/ કેન્દ્રીય મંત્રીની બહેનને મળી ગોળી મારવાની તેમજ તેજાબ છાંટવાની ધમકી

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેન ફરહત નકવી ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફરહત નકવીને ફોન પર તેજાબ છાંટવાની અને ગોળી મારવાની ધમકી મળ્યા બાદ તેઓ ખુબ ડરેલા છે. જોકે, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ફરહત મેરા હક ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે. અને એના અધ્યક્ષ છે. ફરહત નકવી મુસ્લિમ મહિલાઓની મદદ […]

Top Stories India
india farhat કેન્દ્રીય મંત્રીની બહેનને મળી ગોળી મારવાની તેમજ તેજાબ છાંટવાની ધમકી

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેન ફરહત નકવી ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફરહત નકવીને ફોન પર તેજાબ છાંટવાની અને ગોળી મારવાની ધમકી મળ્યા બાદ તેઓ ખુબ ડરેલા છે. જોકે, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

ફરહત મેરા હક ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે. અને એના અધ્યક્ષ છે. ફરહત નકવી મુસ્લિમ મહિલાઓની મદદ કરે છે. તેમજ ત્રણ તલાક અને હલાલા જેવી કુરીતિયો વિરુદ્ધ અભિયાન ચલાવે છે.

farhat naqvi and mukhtar abbas naqvi news manthan 660x330 e1534602870150 કેન્દ્રીય મંત્રીની બહેનને મળી ગોળી મારવાની તેમજ તેજાબ છાંટવાની ધમકી

ફરહતનો આરોપ છે કે એમના નિવાસ પર સાજીદા નામની  મહિલા આવી હતી. જેણે આરોપ લગાવ્યો હતો કે એનો પતિ એની સાથે મારપીટ કરે છે અને બીજા લગ્ન પણ કરી લીધા છે. ફરહતે સાજિદાના પતિને ફોન લગાવીને એમનો પક્ષ રાખવા બોલાવ્યા જેના પર એમણે ધમકી આપી હતી.

સાજિદાના પતિ અહમદ રઝા ખાને ફોન પર જ ફરહતને ધમકી આપી કે તે એમના ઘરે આવીને ગોળી મારી દેશે અને ચહેરા પર તેજાબ છાંટશે. ઉપરાંત ખુબ ગાળો પણ બોલી હતી.

355090373 naqvi 6 e1534602889877 કેન્દ્રીય મંત્રીની બહેનને મળી ગોળી મારવાની તેમજ તેજાબ છાંટવાની ધમકી

ફરહતે એફઆઈઆર દાખલ કરતા જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. સીટી એસપી અભિનંદન સિંહનું કહેવાનું છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. વળી, આરોપી યુવકનું કહેવાનું છે કે એણે ફરહત નકવી ને ધમકી નથી આપી.

ફરહત નકવીને આ પહેલા પણ ઘણી ધમકીઓ મળી ચુકી છે. જે બાદ એમને સુરક્ષા આપવામાં આવી છે. એમને એક ગનર આપવામાં આવ્યો છે. ફરહત નકવી કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેન છે.