Not Set/ 16 વર્ષનાં છોકરાએ ઘરે બેઠાં દુનિયાની સૌથી સુરક્ષિત કંપનીની સિસ્ટમ કરી હેક

દુનિયાની સૌથી સુરક્ષિત મનાતી કંપની એપલની ઓફિસની સિસ્ટમ માત્ર 16 વર્ષના છોકરાએ ઘર બેઠા હેક કરી હતી. આ છોકરો ઓસ્ટ્રેલિયાનો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ બાળક હંમેશાથી એપલ કંપની સાથે કામ કરવા ઈચ્છતો હતો. સ્કૂલમાં ભણતા આ બાળકે એપલ કંપનીના કમ્પ્યુટર પર હલ્લો બોલાવી દીધો હતો. જોકે આ બાબતે એપલ કંપનીનું કહેવું છે કે, ગ્રાહકોની […]

Top Stories World Tech & Auto
hack 16 વર્ષનાં છોકરાએ ઘરે બેઠાં દુનિયાની સૌથી સુરક્ષિત કંપનીની સિસ્ટમ કરી હેક

દુનિયાની સૌથી સુરક્ષિત મનાતી કંપની એપલની ઓફિસની સિસ્ટમ માત્ર 16 વર્ષના છોકરાએ ઘર બેઠા હેક કરી હતી. આ છોકરો ઓસ્ટ્રેલિયાનો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ બાળક હંમેશાથી એપલ કંપની સાથે કામ કરવા ઈચ્છતો હતો. સ્કૂલમાં ભણતા આ બાળકે એપલ કંપનીના કમ્પ્યુટર પર હલ્લો બોલાવી દીધો હતો. જોકે આ બાબતે એપલ કંપનીનું કહેવું છે કે, ગ્રાહકોની માહિતી ધરાવતો ડેટા સુરક્ષિત છે, એ ડેટામાં કોઈ છેડછાડ થઇ નથી.

વિક્ટોરિયાની ચાઈલ્ડ કોર્ટને આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, બાળકે એપલની મોટી અને શક્તિશાળી ડેટા પ્રોસેસિંગ પ્રણાલી (સિસ્ટમ) મેનફ્રેમમાં પોતાના મેલબર્નના ઘરમાંથી આક્રમણ કર્યું હતું અને સિસ્ટમમાં ઘૂસી ગયો હતો. આ બાળકે ૯૦ જીબીની સુરક્ષિત ફાઈલો ડાઉનલોડ કરી લીધી હતી.

ધ એજ’ના રિપોર્ટ મુજબ તે સમયે છોકરાની ઉંમર માત્ર 16 વર્ષ હતી જયારે તેણે એપલની આ સિસ્ટમ હેક કરી હતી. બાળકે એક વર્ષની અંદર ઘણીવાર કંપનીની સિસ્ટમ સુધી પહોચવાની કોશિશ કરી હતી અને એમાં સફળતા પણ મેળવી હતી. રિપોર્ટ મુજબ બાળક કંપનીનો પ્રશંશક છે અને તે કંપની સાથે કામ કરવા ઈચ્છતો હતો.

hacking 1929918b 16 વર્ષનાં છોકરાએ ઘરે બેઠાં દુનિયાની સૌથી સુરક્ષિત કંપનીની સિસ્ટમ કરી હેક
Symbolic Image

જયારે એપલ કંપનીએ આપેલા સ્ટેટમેન્ટ માં કહેવામાં આવ્યું હતું કે, એમની ટીમે હેકિંગ વિષે માહિતી મેળવી હતી અને તેને અટકાવીને પોલીસને આ ઘટના અંગે સૂચના પણ આપી હતી. પોલીસે ગત વર્ષે આ છોકરાના ઘરે રેડ કરી હતી અને પોલીસને તેના ઘરમાંથી હેક કરેલી ફાઈલો મળી આવી હતી. છોકરાએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે અને આગામી મહીને આ મામલો ફરીથી કોર્ટમાં આવી શકે છે જ્યાં તેની સજા માટેનો નિર્ણય લેવામાં આવશે.