Not Set/ દરિયામાં ડૂબી UBER ટેક્સી, તરીને બહાર આવ્યા પેસેન્જર્સ અને ચાર્જ કરાયા 1600 રૂપિયા

આ ઘટના છે ફ્રાન્સના કાંસ શહેરની. નીક ક્રિસ્ટોફોરાઉં અને સોફિયા ટુન ફ્રાન્સમાં વર્કિંગ ટુર પર હતા. તેઓ મૂળ લંડનના રહેવાસી છે. ડેઈલી મેલની ખબર અનુસાર તેઓએ એક જગ્યાએ જવા માટે UBER બુક કરી હતી. આ બંને લંડનના રીયલ એસ્ટેટ એજન્ટ્સ છે. ઉબેર ડ્રાઈવર બપોરે આ બંનેને Citreon DS5 ગાડીમાં પીક અપ કરવા માટે આવ્યો હતો. ગાડી જયારે […]

Top Stories World
SM COMP DUNKCAR દરિયામાં ડૂબી UBER ટેક્સી, તરીને બહાર આવ્યા પેસેન્જર્સ અને ચાર્જ કરાયા 1600 રૂપિયા

આ ઘટના છે ફ્રાન્સના કાંસ શહેરની. નીક ક્રિસ્ટોફોરાઉં અને સોફિયા ટુન ફ્રાન્સમાં વર્કિંગ ટુર પર હતા. તેઓ મૂળ લંડનના રહેવાસી છે. ડેઈલી મેલની ખબર અનુસાર તેઓએ એક જગ્યાએ જવા માટે UBER બુક કરી હતી. આ બંને લંડનના રીયલ એસ્ટેટ એજન્ટ્સ છે.

ઉબેર ડ્રાઈવર બપોરે આ બંનેને Citreon DS5 ગાડીમાં પીક અપ કરવા માટે આવ્યો હતો. ગાડી જયારે પીએરે કાંટો પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે એક ખોટો વળાંક લેવાના કારણે ગાડી સમુદ્રમાં પહોચી ગઈ હતી અને કાર ડૂબવા લાગી હતી. તેમની ગાડી (કાર) 10 ફૂટ સુધી ડૂબી ગઈ હતી.

ક્રિસ્ટોફોરાઉં તરીને ગાડીની બહાર આવ્યા હતા અને નજીકની એક બોટ પાસે પહોચ્યા હતા. બોટ પાસે પહોંચ્યા બાદ તેમણે ડ્રાઈવર અને ગાડીની બીજી પેસેન્જર તેમજ પોતાની સાથી ટુનને બચાવીને બહાર કાઢ્યા હતા. આ ઘટનાથી ટુન ઘણી જ ડરી ગઈ હતી. જો કે ડ્રાઈવરે કોઈ નશો કર્યો ન હતો એટલે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી નથી.

uber site e1534603534277 દરિયામાં ડૂબી UBER ટેક્સી, તરીને બહાર આવ્યા પેસેન્જર્સ અને ચાર્જ કરાયા 1600 રૂપિયા

જો ક્રિસ્ટોફોરાઉં સતર્ક ન હોત અને એકદમ ફીટ ન હોત તો, આજે તે કારમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા હોત. ક્રિસ્ટોફોરાઉંના જણાવ્યા અનુસાર એમને હજુ સુધી ખબર નથી પડી કે, આ આખરે બન્યું કઈ રીતે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, સારું થયું કે ગાડી ધીરે ધીરે ડૂબી રહી હતી, જેથી લોકોને બહાર નીકળવાનો સમય મળી શક્યો હતો. .

UBER કંપનીએ 800 પાઉન્ડ વળતર રૂપે આપવાની જાહેરાત કરી હતી પરંતુ ક્રિસ્ટોફોરાઉં એ રકમ લેવાની ના પાડી દીધી હતી. ક્રિસ્ટોફોરાઉં ના જણાવ્યા અનુસાર ઉબેરે કહ્યું હતું કે, એમણે ડ્રાઈવરનાં સેલ્ફ ઇન્શ્યોરન્સથી ક્લેમ લેવો જોઈએ, કારણકે તે સેલ્ફ એમ્પ્લોઈડ છે.

ઉબેર કંપની દ્વારા આપવામાં આવેલા સ્ટેટમેન્ટ મુજબ, કંપનીએ બંને પેસેન્જરનો કોન્ટેક કર્યો છે અને તેઓ તેમને કાઉન્સેલિંગ આપી રહી છે.

ડ્રાઈવરને કંપનીમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. આટલી મોટી ઘટના બાદ પણ UBER પેસેન્જરને 18 પાઉન્ડ એટલે 1600 રૂપિયા ચાર્જ કર્યા હતા. જોકે પાછળથી ઉબેર કંપનીએ આ પૈસા તેમને રિફંડ કરી દીધા હતા.