ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ મંગળવારે રમાઈ હતી. ગેકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદને કારણે જ્યારે રમત અટકાવવામાં આવી ત્યારે ભારતે 19.3 ઓવરમાં સાત વિકેટે 180 રન બનાવ્યા હતા. જે બાદ ટીમ ઈન્ડિયા વધુ રમી શકી નહોતી. ડકવર્થ લુઈસ નિયમના આધારે દક્ષિણ આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેઓએ 13.5 ઓવરમાં 154 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે તેણે શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ હાંસલ કરી હતી. ત્રીજી અને અંતિમ મેચ 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે.
ઉલ્લેખનીય છે કે ભારત તરફથી રિંકુ સિંહ અને સૂર્યકુમાર યાદવે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. રિંકુ 39 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. કેપ્ટન સૂર્યાએ 36 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેણે પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો:હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો
આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ