RIP/ PM મોદી અને અમિત શાહે કેશુભાઈ પટેલનાં અવસાન પર વ્યક્ત કર્યો શોક

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે અવસાન થયું છે. કેશુભાઇ પટેલને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શ્વાસની તકલીફ બાદ ગુરુવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Top Stories India
db 32 PM મોદી અને અમિત શાહે કેશુભાઈ પટેલનાં અવસાન પર વ્યક્ત કર્યો શોક

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે અવસાન થયું છે. કેશુભાઇ પટેલને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શ્વાસની તકલીફ બાદ ગુરુવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે સપ્ટેમ્બરનાં અંતમાં કેશુભાઈ પટેલને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતુ

PM મોદીએ કહ્યું હતું કે, તેઓ સમાજનાં દરેક વર્ગની ચિંતા કરનારા એક ઉત્તમ નેતા હતા. તેઓનું જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે સમર્પિત હતું. રાજ્યમાં જનસંઘનાં સંસ્થાપક સભ્યોમાંના એક કેશુભાઈ પટેલ તે લોકોમાં હતા, જેમણે રાજ્યમાં ભાજપને ઉભુ કર્યુ હતુ. 1995 માં, ભાજપે પહેલીવાર તેમના નેતૃત્વ હેઠળ તેમની સરકાર બનાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ તબિયત નબળી હોવાને કારણે સક્રિય રાજકારણમાં તેમની ભૂમિકા ઓછી થઈ ગઈ હતી.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ કેશુભાઇ પટેલનાં અવસાન પર દુઃખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે ટ્વીટ કર્યુ કે, ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલજીનાં અવસાનનાં દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. એમનું લાબું સાર્વજનિક જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત રહ્યું. કેશુભાઈના અવસાનથી ગુજરાતની રાજનીતિમાં એક ખાલીપો ઉભો થયો છે જેને ભરવો સરળ નથી. એમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

ઉલ્લેખનીય છે કે, ભાજપ સાથેનાં તેમના સંબંધો સારા-ખરાબ થતા રહ્યા હતા. પ્રથમ વખત મુખ્યમંત્રી બનવાનાં સાત મહિના પછી શંકરસિંહ વાઘેલા સાથેનાં વિવાદનાં કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં તેઓ 1998 માં ફરીથી મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા, પરંતુ 2001 માં તેઓ પદ છોડી દીધુ હતુ. માનવામાં આવે છે કે, ભુજ ભૂકંપ દરમિયાન ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદથી પાર્ટી સાથેનાં તેમના સંબંધોમાં થોડી કડવાહશ જોવા મળી હતી. તેમણે 2002 માં ચૂંટણી પણ લડી ન હોતી અને 2007 માં આડકતરી રીતે કોંગ્રેસને ટેકો આપ્યો હતો. છેવટે તેણે 2012 માં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને એક અલગ પાર્ટી બનાવી હતી. પરંતુ 2014 માં, તેઓ ફરી ભાજપમાં જોડાયા હતા.