Not Set/ કર્ણાટક બાદ હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ વળ્યુ સંકટ, કોંગ્રેસની વધી ચિંતા

કર્ણાટકમાં રાજનીતિક સંકટથી જજૂમી રહેલી કોંગ્રેસ માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ રાજનીતિક સંકટ ઉભુ થાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. જેને લઇને કોંગ્રેસે સાવચેત રહેવાની સલાહ આપી છે. પાર્ટીનું કહેવુ છે કે, અન્ય પ્રદેશોમાં પણ ધારાસભ્યો પાસેથી રાજીનામુ અપાવીને સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. તેવામાં કોંગ્રેસ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને પ્રદેશ પ્રવક્તાને […]

Top Stories India
congress cm 720 કર્ણાટક બાદ હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ વળ્યુ સંકટ, કોંગ્રેસની વધી ચિંતા

કર્ણાટકમાં રાજનીતિક સંકટથી જજૂમી રહેલી કોંગ્રેસ માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ રાજનીતિક સંકટ ઉભુ થાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. જેને લઇને કોંગ્રેસે સાવચેત રહેવાની સલાહ આપી છે. પાર્ટીનું કહેવુ છે કે, અન્ય પ્રદેશોમાં પણ ધારાસભ્યો પાસેથી રાજીનામુ અપાવીને સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. તેવામાં કોંગ્રેસ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને પ્રદેશ પ્રવક્તાને સાવધાન રહેવા જણાવવામાં આવ્યુ છે.

કર્ણાટકમાં કોંગ્રેસ-જનતા દળ (સેક્યુલર) ગઠબંધન સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. પક્ષનાં એક નેતાએ કહ્યું કે, જે રીતે એક પછી એક ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સરકારને બચાવવી ઘણી મુશ્કેલ બનશે.

કર્ણાટકમાં રાજનીતિક સંકટથી નિકળી રહેલી કોંગ્રેસ માટે હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારને સ્થિર રાખવી એક પડકાર બરાબર બની રહેશે જે પાર્ટીનું માનવુ છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કોઈ મોટો તફાવત નથી. આઠ-દસ કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામું આપે છે, તો ભાજપ આસાનીથી બહુમતની સંખ્યામાં સરળતાથી પહોંચી જશે. 230 વિધાનસભા બેઠકોમાં, કોંગ્રેસ પાસે 114 અને ભાજપ પાસે 109 ધારાસભ્યો છે.

મુખ્યમંત્રી કમલનાથને બે બીએસપી અને એસપીનાં એક અને ચાર સ્વતંત્ર ધારાસભ્યો દ્વારા ટેકો મળ્યો છે. રાજસ્થાનમાં કોંગ્રેસને કોઇ ખાસ ચિંતા નથી, પરંતુ પક્ષ જોખમ લેવા માંગતુ નથી. તેથી, પક્ષે મુખ્યમંત્રી અશોક ગેહલોતને કહ્યું છે કે, તેઓ બીએસપી અને સ્વતંત્ર ધારાસભ્યો સાથે સંપર્કમાં રહે જે ધારાસભ્યો સાથે સરકારનું સમર્થન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન