ODI World Cup 2023/ ODI વર્લ્ડ કપ જાણો ક્યારથી શરૂ થશે, ક્યાં રમાશે ફાઈનલ, જાણો સમગ્ર વિગત

આ ટુર્નામેન્ટમાં કુલ 48 મેચો રમાશે જેમાં ત્રણ નોકઆઉટ મેચોનો સમાવેશ થાય છે અને આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે

Top Stories Sports
11 ODI વર્લ્ડ કપ જાણો ક્યારથી શરૂ થશે, ક્યાં રમાશે ફાઈનલ, જાણો સમગ્ર વિગત

ODI World Cup:  ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. જો કે ICCએ હજુ આ વર્લ્ડ કપની તારીખોની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે અને તેની ફાઈનલ 19 નવેમ્બરે રમાઈ શકે છે. બીસીસીઆઈએ આ માટે કેટલાક સ્થળોની પસંદગી પણ કરી છે. તેની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વેબસાઇટ ESPNcricinfo એ પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.

આ વર્લ્ડ કપની મેચો (ODI World Cup) અમદાવાદ ઉપરાંત બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈમાં રમાઈ શકે છે. આ ટુર્નામેન્ટમાં કુલ 48 મેચો રમાશે જેમાં ત્રણ નોકઆઉટ મેચોનો સમાવેશ થાય છે અને આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે.

અત્યાર સુધી, બીસીસીઆઈએ માત્ર (ODI World Cup) નક્કી કર્યું છે કે ફાઈનલ મેચ ક્યાં રમાશે પરંતુ પસંદગીના મેદાન પર ક્યારે અને કઈ ટીમની મેચો યોજાશે તે અંગે કોઈ નિર્ણય લીધો નથી. ચોમાસાની સિઝનના કારણે આ બાબતમાં વિલંબ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ICC વર્લ્ડ કપના એક વર્ષ પહેલા શેડ્યૂલની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે તેણે BCCIને ભારત સરકારની પરવાનગી મળે તેની રાહ જોઈ. આમાં બે મહત્વની બાબતો સામેલ હતી – ટૂર્નામેન્ટ માટે ટેક્સમાં છૂટ અને પાકિસ્તાની ખેલાડીઓના વિઝા અંગેની મંજૂરી.ગયા અઠવાડિયે દુબઈમાં આઈસીસીની બેઠક યોજાઈ હતી જેમાં બીસીસીઆઈએ આઈસીસીને ખાતરી આપી હતી કે પાકિસ્તાની ખેલાડીઓને ભારત સરકાર તરફથી વિઝા મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બીજી તરફ, BCCI ટૂંક સમયમાં ટેક્સના મુદ્દે ICCને માહિતી આપશે.

2014માં જ્યારે BCCIને ICC દ્વારા (ODI World Cup) ત્રણ ટુર્નામેન્ટની હોસ્ટિંગ આપવામાં આવી હતી, ત્યારે કરારમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે BCCIને આ ટૂર્નામેન્ટની યજમાની માટે ભારત સરકાર તરફથી ટેક્સમાં છૂટ મળશે. ગયા વર્ષે ભારતીય અધિકારીઓ દ્વારા ICCને કહેવામાં આવ્યું હતું કે 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. બીસીસીઆઈ ટૂંક સમયમાં આઈસીસીને જાણ કરશે કે આ મામલે અંતિમ સ્થિતિ શું હશે. 2016માં જ્યારે ટી-20 વર્લ્ડ કપ ભારતના હોસ્ટિંગમાં રમાયો હતો ત્યારે પણ ટેક્સમાં છૂટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. 2014 માં, ICC એ T20 વર્લ્ડ કપ-2016, T20 વર્લ્ડ કપ-2021 (જે પાછળથી કોવિડને કારણે UAE અને ઓમાન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું) અને ODI વર્લ્ડ કપ-2023 ની યજમાની ભારતને સોંપવામાં આવી હતી.

WPL/દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને 5 વિકેટે હરાવ્યું,ફાઇનલમાં સ્થાન નિશ્ચિત

Political/વિભાજન પછી બાકી રહેલું ભારત માત્ર હિન્દુ રાષ્ટ્ર છે: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય