રંગીલા રાજકોટવાસીઓ 31મી ડિસેમ્બરે પાર્ટીઓ યોજી અને કોરોના કાળની સ્થિતિની અંદર જોશની સાથે હોશ રાખે તે માટે રાજકોટ પોલીસ સતર્કતાથી કામ લઇ રહી છે. આ માટે 31 ડિસેમ્બરને લઈને રાજકોટ જિલ્લામાં પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જિલ્લામાંમાં31 ડિસેમ્બરને લઈને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 12 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમજ 31 ડિસેમ્બરને લઈને પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.
Political / શું BJP માં સામેલ થઇ શકે છે સૌરવ ગાંગુલી ? જાણો આ અટકળોનો શુ…
31 ડિસેમ્બરે એલસીબી અને એસઓજીની ટીમ અને પોલીસ સ્ટેશનોની અલગ-અલગ ટીમો તૈનાત રહેશે. આ ઉપરાંત જિલ્લામાં 12 ચેકપોસ્ટ ઉપર તેમજ જિલ્લાના અલગ અલગ ગામોમાં આવેલા ફાર્મહાઉસમાં અને કારખાનાઓમાં ચેકીંગ કરવા જિલ્લા પોલીસ વડા બલરામ મિણાએ આદેશ કાર્યો છે. આ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસ અને કારખાનાઓમાં ચેકિંગ કરાશે.
NEW DELHI / પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી, જા…
રાજકોટ જિલ્લાનાતમામ એન્ટ્રી પોઈન્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે. જો કોઈપણ વ્યક્તિ દારૂના નશામાં જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસે પણ બિનજરૂરી બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરી છે. ઉપરાંત કોરોનાને કારણે 31 ડિસેમ્બરે રાત્રે શહેરની કોઈપણ હોટેલ, ક્લબ, ફાર્મહાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. રાજકોટ જિલ્લામાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઇ 31 ડિસેમ્બર પૂર્વે જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.
Political / રાહુલ ગાંધી વિદેશ જતા બહેન પ્રિયંકાએ સંભાળી જવાબદારી, મોદી સ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…