પશ્ચિમ બંગાળમાં ભાજપ અને TMC વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે રવિવારે ભારતના પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલને મળ્યા હતા. આ બેઠક પછીથી જ, અટકળો કરવામાં આવી રહી છે કે શું તે આગામી સમયમાં રાજકારણમાં પ્રવેશ કરી શકે છે કે કેમ.
આ વચ્ચે રાજકીય નિષ્ણાતો માને છે કે સૌરવ ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ શકે છે. જ્યારે સોમવારે મીડિયાએ પ્રિન્સ ઓફ કોલકાતા સૌરવ ગાંગુલીને પૂછપરછ કરી ત્યારે તેમણે કહ્યું કે, “જો રાજ્યપાલ તમને મળવા માંગતા હોય તો તમારે તેઓને મળવું પડશે. આપણે તેને આ રીતે લેવું જોઈએ.”
આપને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલી રવિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને મળ્યા હતા. રાજ ભવનના સૂત્રોએ જણાવ્યું હતું કે તે ‘શિષ્ટાચાર ભેટ’ હતી અને તેનો રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. જો કે, આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પગલે, ગાંગુલી રાજકારણમાં આવે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
રવિવારે, ગાંગુલીએ બેઠકના કારણો અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા પરંતુ ધનખરે કહ્યું હતું કે, તેમણે ‘વિવિધ મુદ્દાઓ’ પર ચર્ચા કરી હતી. રાજ્યપાલે કહ્યું કે, તેમણે બીસીસીઆઈ પ્રમુખનું અહીંના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ આવવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. રાજ ભવનના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યપાલ સાથે ગાંગુલીની મુલાકાત રાજ્યની રાજકીય પ્રવૃત્તિઓથી સંબંધિત નથી. રાજ્યપાલે ટ્વીટ કર્યું, “બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી સાથે સાંજે 4:30 વાગ્યે રાજભવન ખાતે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી.
દેશના સૌથી પ્રાચીન ક્રિકેટ મેદાન ઇડન ગાર્ડન્સની મુલાકાત લેવાની તેમની દરખાસ્ત. ઇડન ગાર્ડન્સની સ્થાપના 1864 માં કરવામાં આવી હતી.” ગાંગુલી સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ રાજભવન પહોંચ્યા અને ત્યાં એક કલાક સુધી ત્યાં રોકાઈ રહ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
