26-11-mumbai-attack-master/ હેમંત કરકરેનું મોત કસાબની ગોળીથી નહોતું થયું

કોંગ્રેસના નેતાના નિવેદનથી હોબાળો, બીજેપીએ કહ્યું વોટ માટે કોઈ પણ હદે જઈ શકે છે

Top Stories India
Beginners guide to 2024 05 05T150304.924 હેમંત કરકરેનું મોત કસાબની ગોળીથી નહોતું થયું

Maharashtra News : મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસના વિજય વડેટ્ટીવારના એક નિવેદનથી રાજ્યની સિયાસતમાં હેગામો મચેલો ચે. વિજય વડેટ્ટીવારે દાવો કર્યો હતો કે રાજ્યના એટીએસના પૂર્વ પ્રમુખ હંમત કરકરેને 2008ના મુંબઈ હૂમલા દરમિયાન પાકિસ્તાની આતંકવાદીઓએ માર્યા ન હતા. તેમણે કહ્યું કે આઈપીએસ અધિકારીની હત્યા જે ગોળીથી થઈ તે કસાબ કે આતંકવાદીઓ તરફથી ચાલી ન હતી પરંતુ “આરએસએસ ને સમર્પિત” એક પોલીસ અધિકારીના હતિયારથી ચાલી હતી.

વિજય વડેટ્ટીવારે  હેમંત કરકરેનો ઉલ્લેખ કરતા મુંબઈ મધ્યથી બીજેપી ઉમેદવાર ઉજ્જવલ નિકમ પર હૂમલો કર્યો હતો. વડેટ્ટીવારએ કહ્યું કે બિરીયાનીનો મુદ્દો ઉઠાવીને નિકમે કોંગ્રેસને બદનામ કરી છે. શું કોઈ કસાબને બિરીયાની આપશે ? બાદમાં નિકમે તેને સ્વીકારી લીધું, કેવો વકીલ છે, ગદ્દાર છે જેણે કોર્ટમાં જુબાની પણ ન આપી. જે ગોળીથી મુંબઈ પોલીસના અધિકારી હેમંત કરકરેનું મોત થયું તે કસાબની બંદૂકથી નહી, તે સમયે આરએસએસના વફાદાર પોલીસ અધિકારીની ગોળીથી થયું હતું.

જો કોર્ટથી આ સત્ય છુપાવનારા ગદ્દારને બીજેપી ટિકીટ આપી રહી છે તો સવાલ ઉભો થાય છે કે બીજેપી આ ગદ્દારોનું સમર્થન કેમ કરી રહી છે.

હેમંત કરકરે મુંબઈમાં થયેલા આતંકી હૂમલામાં આતંકવાદીઓની ગોળીઓના શિકાર થયા હતા. તે સિવાય જે કેસમાં સાધ્વી પ્રજ્ઞા આરોપી હતી, તે માલેગાંવ સિરીયલ બ્લાસ્ટ કેસની તપાસ તેમની પાસે જ હતી. તેમની ચાર્જશીટ પર અનેક પ્રકારના સવાલ ઉભા થયા હતા.

ભોપાલ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે એટીએસના પૂર્વ પ્રમુખ હંમેત કરકરેને લઈને કહ્યું કે જે દેશભક્ત છે તે તેને દેશભક્ત નથી માનતા. પ્રજ્ઞા છાકુર ઈમરજન્સીની વરશી પર મીસાબંદિયોના એક કાર્યક્રમને સંબોધિત કરવા સિંહોર પહોંચી હતી. દરમિયાન તેમણે કહ્યું કે એક ઈમરજન્સી 1975માં લાગી હતી અને એક ઈમરજન્સી જેવી સ્તિતી બની હતી 2008માં જ્યારે માલેગાંવ બ્લાસ્ટમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. હંમેત કરકરેને લોકો દેશભક્ત કહે છે, પરંતુ જે વાસ્તવમાં દેશભક્ત છે તેને તેઓ દેશભક્ત નથી કહેતા. તેમણે મારા આચાર્ય જેમણે મને ધો.8માં ભણાવી, તેમની આંગળીઓ તોડી નાંખી હતી.

તે જ કોગ્રેસે પ્રજ્ઞા સિંહના આ નિવેદનને લઈને હૂમલો કર્યો છે. પૂર્વ કેન્ર્દિય મંત્રી અને પૂક્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અરૂણ યાદવે પોતાના ટ્વિટર હેન્ડલ પર  લખ્યું કે જે પ્રજ્ઞા સિંહે પોતાના કર્મ અને આચરણથી ભગવા વસ્ત્ર, વાસ્તવિક હિન્દુત્વ અને રાષ્ટ્રધર્મને કલંકિત કર્યો ચે. તેમણે આજે તેમને શિક્ષીત કરનારા દિવંગત આચાર્યનો ચહેરો કાળો કર્યો છે. તેમની શિષ્યાએ પોતાના ગુના છુપાવવા માટે અનેક બોમ્બ્ વિસફોટોમાં પોતાના વરિષ્ઠ સહયોગી સંઘ પ્રચારક સુનિલ જોશીની પણ અન્ય સહયોગીઓ સાથે મળીને તેમની હત્યા કરી નાંખી, વાહ શિષ્યા, ધન્ય છે, બીજેપી અને તેમની આતંકી ધરોહર.

મોદીજી, તમે પ્રજ્ઞા સિંહને ક્યાં સુધી અને કેટલી વખત માફ કરશે ?

પ્રજ્ઞા સિંહે હંમેત કરકરેની શહાદત પર વિવાદિત નિવેદન આપતાકહ્યું હતું કે તેમણે મને ખોટી રીતે ફસાવી હતી, મેં તેમને જણાવ્યું હતું કે તમારો આખો વંશ ખતમ થઈ જશે, તે તેમના કર્મોને કારણે મર્યા છે. પ્રજ્ઞાએ આરોપ લગાવ્યો કે હંમેત કરકરેએ મારી સાથે ખૂબ ખરાબ રીતે વ્યવહાર કર્યો હતો અને ખોટી રીતે ફસાવી હતી.

હેમંત કરકરેની શહાદતને સલામ કરતા ભારત સરકારે તેમેન મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી