Not Set/ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ટોપ 10 દેશોની યાદીમાં ભારત 7 માં ક્રમાંકે પહોંચ્યું

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા ટોપ પર છે. જ્યારે ભારતે ટોપ 10 માં પ્રવેશ કરી દીધો છે. ભારતમાં હવે પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા મુજબ, 1 લાખ 85 હજાર કોરોનાનાં કેસો બાદ ભારત હવે કોરાના ચેપથી પ્રભાવિત વિશ્વનાં ટોચનાં 10 દેશોમાં જર્મની […]

India
d81d3a2c73436d64ba268358ff670c0c કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ટોપ 10 દેશોની યાદીમાં ભારત 7 માં ક્રમાંકે પહોંચ્યું
d81d3a2c73436d64ba268358ff670c0c કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ટોપ 10 દેશોની યાદીમાં ભારત 7 માં ક્રમાંકે પહોંચ્યું

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા ટોપ પર છે. જ્યારે ભારતે ટોપ 10 માં પ્રવેશ કરી દીધો છે. ભારતમાં હવે પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા મુજબ, 1 લાખ 85 હજાર કોરોનાનાં કેસો બાદ ભારત હવે કોરાના ચેપથી પ્રભાવિત વિશ્વનાં ટોચનાં 10 દેશોમાં જર્મની અને ફ્રાન્સને પાછળ છોડતા 7 માં સ્થાને પહોંચી ગયું છે. તાજેતરમાં દેશમાં કોરોનાનાં 1,88,989 કેસ નોંધાયા હતા.

c7289d67a8bd381f3a171898c1549f44 કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ટોપ 10 દેશોની યાદીમાં ભારત 7 માં ક્રમાંકે પહોંચ્યું

રવિવારે, ભારતમાં કોરોના ચેપંના 8,380 નવા કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. વળી કોરોનાથી દેશમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાવાયરસને કારણે 193 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી રાહતની વાત છે કે દેશમાં 86 હજારથી વધુ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. દરમિયાન, શનિવારે, દેશમાં લાગુ થયેલા લોકડાઉનને કન્ટેનમેન્ટ ઝોન સુધી મર્યાદિત રાખીને સમયગાળો 30 જૂન સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

9409fedb399cb084409fd8918f14c46a કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ટોપ 10 દેશોની યાદીમાં ભારત 7 માં ક્રમાંકે પહોંચ્યું

છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાનાં કેસમાં વિક્રમજનક વૃદ્ધિ બાદ ભારત હવે આ રોગચાળાથી અસરગ્રસ્ત દેશોની યાદીમાં 7 માં સ્થાને આવી ગયું છે. કોરોના કેસમાં આ વધારો એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારત બે મહિનાનાં લોકડાઉનને ફરીથી ખોલવાની તૈયારી કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.