Not Set/ 14 સપ્ટેમ્બર –“હિન્દી દિવસ” : વિશ્વમાં 100 કરોડથી પણ વધુ લોકો દ્વારા બોલાતી ભાષા એટ્લે હિન્દી

હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. 14 સપ્ટેમ્બર 1953ના રોજ પ્રથમ હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો હતો. હિંદી એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે તેમજ દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રવ્યાપી ભાષા છે. હિંદી શબ્દનો ઉદભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આજ […]

Top Stories India
hindi diwas 14 સપ્ટેમ્બર –“હિન્દી દિવસ” : વિશ્વમાં 100 કરોડથી પણ વધુ લોકો દ્વારા બોલાતી ભાષા એટ્લે હિન્દી

હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. 14 સપ્ટેમ્બર 1953ના રોજ પ્રથમ હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો હતો.

હિંદી એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે તેમજ દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રવ્યાપી ભાષા છે. હિંદી શબ્દનો ઉદભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિંદ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિંદી અને ઉર્દૂ ભગિની ભાષાઓ કહેવાય છે, કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે.

hindi 14 સપ્ટેમ્બર –“હિન્દી દિવસ” : વિશ્વમાં 100 કરોડથી પણ વધુ લોકો દ્વારા બોલાતી ભાષા એટ્લે હિન્દી

વિશ્વના આર્થિક મંચની ગણતરી અનુસાર વિશ્વની 10 શક્તિશાળી ભાષામાં હિન્દીનો સમાવેશ થાય છે.  હિન્દી ફક્ત અંગ્રજીથી નહીં પણ ચીનની મંડારિન ભાષા થી પણ આગળ છે. ચીનની મંડારિન ભાષા સમગ્ર ચીનમાં બોલાતી નથી, જે ભાષા બેઈજિંગમાં બોલાય છે, એ શોંઘાઈમાં બોલાતી ભાષા કરતા અલગ છે. સંખ્યાને સંદર્ભે જોઈએ તો વિશ્વમાં જેટલા લોકો અંગ્રેજી બોલે છે, એનાથી ગણા વધારે એટલે કે લગભગ 70 કરોડ લોકો ભારતમાં હિન્દી બોલે છે. પાકિસ્તાનમાં પણ લગભગ હિન્દી  બોલાય છે. બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, તિબેટ, મ્યાનમાર, અફઘાનિસ્તાનમાં પણ અસંખ્ય લોકો હિન્દી બોલે છે. એટલું જ નહીં ફિઝી, ગુયાના, સુરિનામ, ત્રિનિદાદ જેવા દેશ તો હિન્દી ભાષીઓ એ વસાવ્યા છે. એક રીતે જોઈએ તો હિન્દી સમુદાયની વસ્તી લગભગ 100 કરોડ જેટલી છે.

સ્વતંત્રતાના આંદોલન દરમિયાન હિન્દીને લઈને ચિંતા અને ચિંતન શરુ થઈ ગયું હતું. 1917માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ગુજરાતના ભરુચમાં સર્વપ્રથમ રાષ્ટ્રભાષાના રુપમાં હિન્દીને માન્યતા આપી હતી. ત્યારબાદ 14 સપ્ટેમ્બર 1949ના રોજ દેશની બંધારણ-સભાને સર્વસંમતિથી હન્દીને રાજભાષાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો હતો.

આઝાદી બાદ એટલે કે 1950માં બંધારણના અનુચ્છેદ 343(1) અંતર્ગત હિન્દીને દેવનાગરી લિપીમાં રાજભાષાનો દરજજો આપવામાં આવ્યા. 14 સપ્ટેમ્બર 1953ના રોજ પ્રથમ હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો. ત્યારથી પ્રત્યેક વર્ષ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. ભારત સરકારના ગૃહમંત્રાલય અંતર્ગત રાજભાષા વિભાગની રચના કરવામાં આવી. રાષ્ટ્રપતિના આદેશ દ્વારા 1960માં આયોગની સ્થાપના થાય બાદ 1963માં રાજભાષા અધિનિયમ પસાર કરાયો. 1968માં રાજભાષા સંબંધી પ્રસ્તાવ પસાર કરાયો.

વિશ્વ હિન્‍દી દિવસ ઉજવણીનો ઉદ્દેશ્‍ય હિન્‍દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કેળવવાનો અને આંતરરાષ્‍ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે. વિદેશમાં ભારતીય એલચી કચેરીઓ દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિષયો પર હિન્‍દી ભાષામાં વ્‍યાખ્‍યાનો યોજીને હિન્‍દી ભાષાના વિકાસ અને પ્રચાર પર ભાર મુકવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન