વડા પ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટન પ્રવાસ માટે રવાના થઇ ગયા છે. Howdy Modi કાર્યક્રમમાં ભાગ લેવા અમેરિકા જઇ રહેલા વડા પ્રધાન મોદી શું કરવા જઇ રહ્યા છે. પીએમ મોદી 22 સપ્ટેમ્બરનાં રોજ Howdy Modi કાર્યક્રમમાં સંબોધન કરશે જેમાં આશરે 50 હજાર ભારતીયો ભાગ લેશે તેવી સંભાવના છે. તે પછી 27 સપ્ટેમ્બરનાં રોજ ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એટલે કે UNGAમાં ભાગ લેશે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં Howdy Modi કાર્યક્રમમાં હાજરી આપશે.
21 સપ્ટેમ્બર: વડા પ્રધાન મોદી ભારતીય સમય મુજબ સવારે 11:05 વાગ્યે જ્યોર્જ બુશ આંતરરાષ્ટ્રીય હવાઇમથક હ્યુસ્ટન પહોંચશે.
22 સપ્ટેમ્બર: વડા પ્રધાન મોદી ભારતીય સમય મુજબ સવારે 4:30 વાગ્યે હોટલ પોસ્ટ ઓક ખાતે તેલ કંપનીઓનાં સીઇઓને મળશે.
23 સપ્ટેમ્બરઃ વડા પ્રધાન મોદી ક્લાઇમેટ સમિટને સંબોધિત કરશે.
24 સપ્ટેમ્બર: યુએનએસજી તરફથી લંચમાં ભાગ લેશે.
25 સપ્ટેમ્બર: કેરીકોમ મીટિંગમાં ભાગ લેશે. ડોનાલ્ડ ટ્રમ્પ સહિત 20 નેતાઓને મળી શકે છે.
27 સપ્ટેમ્બર: યુએનજીએ સત્રને સંબોધન કરશે.
મહાત્મા ગાંધીની 150 મી વર્ષગાંઠ પર કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમમાં 3 વસ્તુઓની શરૂઆત કરવામાં આવશે. આતંકવાદ મામલે વિશ્વભરનાં ઘણા નેતાઓ સાથે મુલાકાત કરશે. અમેરિકન કોંગ્રેસનાં પ્રતિનિધિઓની સાથે પણ મુલાકાત કરશે. સાથે વડા પ્રધાન મોદી ભારતીય સમય મુજબ સવારે 6:00 વાગ્યે પીઆઈઓ અને એનઆરઆઈની સાથે મુલાકાત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.