Curfew/ અમદાવાદમાં કરફ્યું જાહેર, રાજકોટ માટે નિર્ણય વિચારાધીન – સુરતે ચીલો ચિતરવાની કહી “ના”

આજે રાત્રિથી અમદાવાદમાં સળંગ કર્ફ્યૂનું એલાન AMC દ્વારા કરી દેવામાં આવ્યું છે. જી હા, જ્યારે કરફ્યુની જાહેરત કરવામાં આવી ત્યારે સંદર્ભો બહુ સ્પષ્ટ ન હોય લોકો પહેલા ફક્ત રાત્રી કરફ્યુ જ લાગુ કરવામાં આવ્યો હોવાનું સમજ્યા હતા

Top Stories Gujarat Others
curfew અમદાવાદમાં કરફ્યું જાહેર, રાજકોટ માટે નિર્ણય વિચારાધીન - સુરતે ચીલો ચિતરવાની કહી "ના"

આજે રાત્રિથી અમદાવાદમાં સળંગ કર્ફ્યૂનું એલાન AMC દ્વારા કરી દેવામાં આવ્યું છે. જી હા, જ્યારે કરફ્યુની જાહેરત કરવામાં આવી ત્યારે સંદર્ભો બહુ સ્પષ્ટ ન હોય લોકો પહેલા ફક્ત રાત્રી કરફ્યુ જ લાગુ કરવામાં આવ્યો હોવાનું સમજ્યા હતા અને માટે જ અમદાવાદ મ્યુનિ. કમિશ્નર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી કે રાત્રી કરફ્યુ તો ખરો જ, પરંતુ હાલ આજ અમદાવાદમાં સળંગ 57 કલાકનો કર્ફ્યુ લાગુ કરવામાં આવી રહ્યો છે. 

આપને જણાવી દઇએ કે, 173 દિવસના ગાળા બાદ સંપૂર્ણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. આજે એટલે કે શુક્રવાર રાત્રિના 9થી સોમવારે સવારે 6 સુધી અમદાવાદમાં કર્ફ્યુનું કડકાઈથી પાલન કરાવાશે. AMC દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, અમદાવાદમાં સંક્રમણ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આમ તો અચાનક કર્ફ્યુનાં એલાનને વિરોધપક્ષ દ્વારા સરકારનો વધુ એક તઘલખી નિર્ણય કહેવામાં આવ્યો છે. સાથે જ અચાનક કર્ફ્યુથી શહેરની જનતામાં અસમંજસ જોવામાં આવી રહી છે. લોકો પુછી રહ્યા છે કે, અનેક પૂર્વનિર્ધારિત કાર્યક્રમોનું શું ? શુક્રવારે સવારે એટલે કે, અમદાવાદમાં કર્ફ્યૂ પહેલાં લોકોમાં ચિંતા જોવામાં આવી રહી છે. અચાનક કર્ફ્યુની જાહેરાતથી લોકોમાં ઉચાટ જોવામાં આવી રહ્યો છે. આજે બજારોમાં ભીડ લાગવાની આશંકા જોવામાં આવી રહી હતી, તે મહદ અંશે સાચી પણ ઠરી છે. જો કે, CM દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે, રાજ્યમાં કરફ્યુ કે લોકડાઉનનો કોઇ ઇરાદો લગીરે છે નહીં. પરંતુ લોકોમાં ભૂતકાળને ધ્યાને રાખતા ગમે ત્યારે ગમે તેવા નિર્ણયો સરકાર લઇ લે છે તેવી છાપ ઉપસતી દેડઘામ જોવામાં આવી રહી છે. 

શહેરનાં લોકો કરિયાણું, જરૂરી ચીજવસ્તુ લેવા દોડતા જોવામાં આવી રહ્યા છે. જો કે, લોકોએ આ કરફ્યુથી ગભરાયા વગર સયમ જાળવતા શિખવાનું છે અને ખોટી ભીડ ન કરવા મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે. 57 કલાક સાચવી લેવા મંતવ્ય ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવી છે. પૂર્વે પણ સચવણી અને સયમે કોરોનાને નાથ્યો હતો તો આ વખતે કેમ નહીં ? માટે જ ડરો નહીં પરંતુ સયમી બની સાવચેત રહો અને કોરોના હજુ પણ છે માટે કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરો તે જરુરી છે. 

જો કે, અમદાવાદ જીલ્લાનાં દસક્રોઈના બારેજામાં આવતીકાલથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. 3 દિવસમાં કોરોનાના 50 કેસ આવતા આ નિર્ણય લેવાયો છે. સવારે 7થી બપોરે 1 સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે અને બપોરે 1 બાદ દવાખાના અને મેડિકલ સ્ટોર સિવાય બધુ બંધ રહેશે. માસ્ક નહીં પહેરનારા અને થુંકવા બદલ 500નો દંડ લેવાશે તેવી જાહેર કરી દેવામાં આવી છે. 

ગુજરાતનાં અન્ય મહાનગરો જેવા કે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ તંત્ર કરફ્યુ લાગાવી રહ્યું છે તેવી વાતો સંભળાઇ રહી છે અને તંત્ર દ્વારા આ નિર્ણય વિચારાધીન હોવાની જાણ કરવામાં આવી રહી છે. 

વડોદરા અને રાજકોટમાં કરફ્યું વિચારાધીન

વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફયૂ અંગે સાંજ સુધીમાં નિર્ણય લેવાશે. વડોદરા અને રાજકોટ જિલ્લા કલેકટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વડોદરા – રાજકોટમાં પણ કર્ફયૂ અંગે વિચારણા ચાલી રહી છે. લોકોને ગભરાવવાની જરૂર નથી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની તંત્ર દ્વારા અપીલ કરાઇ છે. 

જુઓ આ વીડિયો અહેવાલ – રાજકોટના કલેક્ટરની શું મહત્વની જાહેરાત

જુઓ આ વીડિયો અહેવાલ – વડોદરાના મ્યુ. કમિશ્નરે શું આપ્યું નિવેદન?

સુરતમાં નહી લાગે કરફ્યું

જો કે, સુરત દ્વારા કરફ્યુ નો સીલો ચીતરવામાં નહીં આવે તેવુ તંત્ર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સુરતમાં કોરોના સામે લડવા માટે પાલિકા તંત્ર સજ્જ છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન સામે આવ્યું છે. સુરતમાં કરફ્યુની જેવી કોઈ જ શકયતા નથી. પાલિકા દ્વારા 72 જગ્યાએ ટેસ્ટિંગ કરાઇ રહયા છે. પાલિકા દ્વારા વધુમાં વધુ ટેસ્ટિંગ કરાઇ રહયા છે. પાલિકા દ્વારા ટેસ્ટિંગ વિનામૂલ્યે કરાવાય છે. લોકો વધુ ટેસ્ટિંગ કરાવે તેવી અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સુરતમાં દિવાળી બાદ 5 ટકા કેસમાં વધારો થયો હોવાની જાણ પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. સાથે સાથે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો તેવી અપીલ પણ કરવામાં આવી છે.  

જુઓ આ વીડિયો અહેવાલ – કર્ફ્યુ અંગે શું કહે છે સુરત મ્યુ. કમિશનર