કોરોનાએ ગુજરાતમાં ઘણા લોકોનો ભોગ લીધો છે. તો સાથે કોરોનાના દરથી પણ ઘણા લોકોએ જીવન ટુંકાવ્યું હોવાના સંચાર આવ્યા છે. ત્યારે હવે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક વૃદ્ધે કોરોનામાંથી સાજા થયા બાદ મ્યુકોર માઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ ના ડર થી ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે.
શહેરના પાલડી વિસ્તારમાં એકલવાયું જીવન જીવતાં નિરંજન શાહને ચાર મહિના પહેલા કોરોના થયો હતો અને ડાયાબીટીસ હતો. વૃદ્ધે બ્લેક ફંગસ થઈ જશે એવા ડરના કારણે પોતાના ફ્લેટના ધાબા પર જઈ ઝેર પી આપઘાત કરી લીધો હતો.
તેમના દીકરા મુંબઈ રહે છે. બે દિવસ પહેલા નિરંજનભાઈએ પોતાના ફ્લેટના ધાબે જઈ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ફ્લેટના લોકોએ ભેગા થઈ અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું. પાલડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પાલડી પોલીસ અકસ્માત મોત ગુનો નોંધી વધું તપાસ શરુ કરી છે. વૃદ્ધએ લખેલી ચિઠ્ઠી મળી આવતાં સમગ્ર હકકીત સામે આવી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નિરંજનભાઈને ચાર મહિના અગાઉ કોરોના થયો હતો. તેઓને ડાયાબિટીસની બીમારી હતી. બ્લેક ફંગસ થઈ જશે તેવો ડર લાગતા તેઓએ ધાબે જઈ ઝેરી દવા પી લીધી હતી. પાલડી પોલીસે આ મામલે અકસ્માત મોત દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત રાજ્યમાં બ્લેક ફંગસ ને મહામારી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના બાદ બ્લેક ફન્ગ્સે માથું ઊંચક્યું છે. અને અનેક લોકોઆ મહામારીનો શિકાર બન્યા છે. તો અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.