Ahemadabad/ કોવેક્સિન પરિક્ષણનો આજે બીજો દિવસ, આ પાસાને આજે ચકાસવામાં આવશે

ભારત બાયોટેક કંપની દ્વારા બનાવાયેલી વેક્સીન કોવેક્સીન ગુજરાતમાં બે દિવસ પહેલા જ આવી ગઈ છે અને ભારત બાયોટેક કંપની કોવેક્સીનની ટ્રાયલ શરૂ પણ કરી દેવામાં આવી  છે.

Top Stories Ahmedabad Gujarat
db 4 કોવેક્સિન પરિક્ષણનો આજે બીજો દિવસ, આ પાસાને આજે ચકાસવામાં આવશે

ભારત બાયોટેક કંપની દ્વારા બનાવાયેલી વેક્સીન કોવેક્સીન ગુજરાતમાં બે દિવસ પહેલા જ આવી ગઈ છે અને ભારત બાયોટેક કંપની કોવેક્સીનની ટ્રાયલ શરૂ પણ કરી દેવામાં આવી  છે. અમદાવાદ સોલાની સિવિલ હોસ્પિટલમાં વેક્સીન આપવાનું કામ શરૂ કરી દીઘુ હતું. ટ્રાયલ માટે 25 લોકોએ સોલા સિવિલ ખાતે નામ નોંધાવ્યા હતા અને તેમાથી રેન્ડમ સિલેક્શન કરી 1 મહિલા અને 4  પુરુષોને વેક્સિનેશન કરી દેવામાં આવ્યું હતું. આપને જણાવી દઇએ કે,સોલા સિવિલમાં રસીના કુલ 500 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી રોજ 20થી 25 તંદુરસ્ત લોકોને રસી અપાશે.

અમદાવાદ કો-વેક્સિનેશન ટ્રાયલનો આજે બીજો દિવસ છે. સોલા સિવિલ હોસ્પિટલ વોલેન્ટિયર્સ પહોંચ્યા છે. 5 વોલેન્ટિયર્સની આજે શારીરિક તપાસ પણ કરવામાં આવશે. કોઇનાં પર કોઇ વિપરિત અસરો છે કે નહીં તેની તપાસ કરાશે. પ્રથમ દિવસે 1 મહિલા અને 4 પુરુષને અપાઈ હતી.

હાલ માત્ર રસીનું ટ્રાયલ

આપને જણાવી દઇએ કે, હાલ માત્ર રસીનું ટ્રાયલ થઇ રહ્યું છે. ટ્રાયલમાં યોગ્ય પરિણામો આવે તો ફાઈનલ એપ્રુવલ બાદ જ ગુજરાતમાં લોકોને વેક્સીન આપવાનું શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં 1 વર્ષ સુધી રસીનું ટ્રાયલ ચાલશે. જેમાં ગુજરાતભરમાંથી 1 હજાર લોકો પર રસીનું પરિક્ષણ કરાશે.

વોલન્ટિયર્સ તરીકે કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે

વોલન્ટિયર્સ તરીકે 16 થી 60 વર્ષની વચ્ચેના કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે છે. ક્લિનિકલ ટ્રાયલમાં વોલન્ટિયર્સની જરૂરી તમામ તપાસ અને તેમની લેખિત મંજૂરી પછી જ રસીનો પહેલો ડોઝ અપાશે. જેના એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. એક વર્ષ સુધી રસી લેનાર દર્દીનું પરીક્ષણ કરાશે. પ્રથમ તબક્કામાં 21 સેન્ટરમાંથી 130 હેલ્ધી વોલન્ટિયર્સનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કરાશે. આ દરમિયાન અન્ય વોલન્ટિયર્સ પર પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રહેશે.

મહિનામાં બે ડોઝ આપાશે

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગઈકાલે આવેલી કોરોના વેક્સીન વિશે DYCM નીતિન પટેલે કહ્યું કે, ભારત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી સ્વદેશી વેક્સીન માટેની કાર્યવાહી ચાલી રહી છે. જુદા જુદા રાજ્યોની મોટી હોસ્પિટલમાં ટ્રાયલ માટે વેક્સીન મોકલાવામાં આવી છે. ગુજરાતમાં પણ સ્વસ્થ અને યુવા નાગરિકો પસંદ કરી તેમના પર ટ્રાયલ કરાશે. મહિનામાં બે ડોઝ આપી તેમને નિરીક્ષણ હેઠળ રખાશે.
ગુજરાત આવ્યા છે 500 વેક્સીન ડોઝ

હાલ ગુજરાત પાસે 500 વેક્સીનના ડોઝ પાસે છે. સાથે ડોક્ટરની ટીમ પણ આવી છે. જે ગુજરાતના તબીબોને વેક્સીન આપવાની ટ્રેનિંગ આપશે. સ્વંયસેવકોનું લિસ્ટ પણ તૈયાર થયું છે. વેક્સીન લેનારાઓના ઘરે તેમની તબિયત અંગે કાળજી લેવામાં આવશે. એક વર્ષ સુધી વેક્સીનની ટ્રાયલ ચાલશે. અમદાવાદની સોલા સિવિલ ખાતે હાલ ટ્રેનીંગ ચાલી રહી છે. વેક્સીનની ટ્રાયલ માટે સોલા સિવિલની પસંદગી થઇ એ આપણા માટે ગૌરવની વાત છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો