Breaking News - Moscow Attack/ મોસ્કોના એક કોન્સર્ટ હોલમાં આતંકી હુમલો, 60થી વધુના મોત અને 100 લોકો ઘાયલ, PM મોદીએ ઘટનાને વખોડી

રશિયાની રાજધાની મોસ્કોમાં કોન્સર્ટ હોલમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 60 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 146 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Top Stories World Breaking News
Beginners guide to 1 મોસ્કોના એક કોન્સર્ટ હોલમાં આતંકી હુમલો, 60થી વધુના મોત અને 100 લોકો ઘાયલ, PM મોદીએ ઘટનાને વખોડી

રશિયા સમાચાર : રશિયાની રાજધાની મોસ્કોમાં કોન્સર્ટ હોલમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 60 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 146 થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. મોસ્કોમાં થયેલ હુમલામાં યુક્રેને પોતાની કોઈપણ સંડોવણીનો ઈન્કાર કર્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હુમલા પર કાર્યવાહી અને તપાસ મામલાના તમામ વિભાગોને આદેશ આપી દીધા છે. રશિયન સુરક્ષા એજન્સીઓ દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે સતત માહિતી આપવામાં આવી રહી છે. લોકોને અફવાથી દૂર રહેવા મંત્રાલયે અપીલ કરી છે.

પીએમ મોદી ઘટનાને વખોડી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોસ્કોમાં થયેલા હુમલાને વખોડ્યો હતો. અને આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “અમે મોસ્કોમાં ઘૃણાસ્પદ ઉગ્રવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી પ્રાર્થના પીડિતોના પરિવારો સાથે છે. “દુઃખની આ ઘડીમાં ભારત રશિયન સરકાર અને તેના લોકોની સાથે છે.”

Moscow shooting: Islamic State says it carried out gun attack that left at least 40 dead at concert | World News | Sky News

કોન્સર્ટ સંકુલમાં થયો હુમલો

આ હુમલો મોસ્કોના ઉત્તર પશ્ચિમમાં આવેલા શહેર ક્રાસ્નોગોર્સ્કમાં ક્રોકસ સિટી હોલ રિટેલ અને કોન્સર્ટ સંકુલમાં થયો હતો. પિકનિક નામના રશિયન રોક ગ્રુપ દ્વારા અહીં કોન્સર્ટનું આયોજન થવાનું હતું. કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં, નકલી વેશમાં સજ્જ ચાર બંદૂકધારીઓએ ઉપસ્થિત લોકો પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. હુમલા વખતે હોલમાં છ હજારથી વધુ લોકો હાજર હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે રોક ગ્રુપ સ્ટેજ પર આવવાનું હતું તે પહેલા હુમલો થયો હતો. આ દરમિયાન બિલ્ડિંગમાં આગ લાગી હતી અને તેની છતનો એક ભાગ પણ ધરાશાયી થયો હતો. એક સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું કે, સશસ્ત્ર હુમલાખોરો પ્રેક્ષકોની બેઠક વિસ્તારના પાછળના ભાગમાં આવ્યા અને ગોળીબાર શરૂ કર્યો. આ દરમિયાન અન્ય હુમલાખોરો હોલની મધ્યમાં દરવાજા પાસે ગોળીઓ ચલાવી રહ્યા હતા. ત્યાં અન્ય ત્રણ સુરક્ષા ગાર્ડ હતા અને તેઓ જાહેરાતની પેનલની પાછળ છુપાઈ ગયા હતા. આ હુમલાખોરો અમારાથી 10 મીટરના અંતરેથી પસાર થયા હતા અને તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર હાજર હતા. તેઓ લોકો તરફ ગોળીઓ ચલાવી રહ્યા હતા.

Russian authorities say at least 60 killed in Moscow concert hall attack | Gun Violence News | Al Jazeera

કોન્સર્ટ હોલની અંદર હાજર એક મહિલાએ કહ્યું કે, લોકોને જેવી ખબર પડી કે અહીં ગોળીઓ ચલાવવામાં આવી રહી છે, તેઓ સ્ટેજ તરફ ભાગવા લાગ્યા. મહિલાએ વધુમાં કહ્યું કે મેં એક માણસને સ્ટોલ પાસે ઊભો જોયો, ત્યાં ગોળી ચલાવવામાં આવી રહી હતી. હું લાઉડસ્પીકર પાસે હતી અને જમીન પર ક્રોલ કરતી હતી,” તેણીએ રશિયન ટેલિવિઝનને જણાવ્યું.

ઘટનાના પ્રત્યદર્શીએ આપી માહિતી

હુમલા દરમિયાન બિલ્ડીંગમાં આગ લાગી હતી જેના કારણે ધુમાડાના વાદળો ઉડવા લાગ્યા હતા. વિસ્ફોટને કારણે બિલ્ડિંગનો આગળનો ભાગ સળગવા લાગ્યો અને ઉપરના બે માળના કાચ તૂટી ગયા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એવું લાગે છે કે હુમલાખોરોએ કોઈ આગ લગાડનાર વસ્તુ ફેંકી હતી જેના કારણે ત્યાં આગ લાગી હતી. તે હોલની બાલ્કનીમાં હતો અને હુમલાખોરોને લોકો પર ગોળીબાર કરતા જોયા હતા. તેણે કહ્યું, “તેઓએ કેટલાક પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને દરેક જગ્યાએ આગ લાગી. અમે બહાર નીકળવાના દરવાજા સુધી પહોંચ્યા પરંતુ તે બંધ હતો તેથી અમે ભોંયરામાં ગયા. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ઘટના સમયે ક્રોકસ કોમ્પ્લેક્સમાં બાળકો અને યુવાનો પણ હાજર હતા જેઓ અહીં બોલરૂમ ડાન્સિંગ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા. કોન્સર્ટ હોલમાં હાજર ઘણા લોકો પાર્કિંગ તરફ ભાગવામાં સફળ થયા. ઘણા લોકો ટેરેસ તરફ દોડ્યા. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા લોકો બિલ્ડિંગના ભોંયરામાં છુપાયેલા હતા, જ્યાંથી તેમને પછીથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Russian authorities say dozens dead in attack on Moscow concert venue

અમેરિકા પાસે હતી ગુપ્ત માહિતી

રશિયન નેશનલ ગાર્ડ્સે કહ્યું છે કે તેમની વિશેષ ટુકડીઓ ક્રોકસ સિટી હોલમાં પહોંચી ગઈ છે અને હુમલાખોરોને પકડવાનો પ્રયાસ કરી રહી છે. તે જ સમયે, ટોચના રશિયન અધિકારીઓ પણ અહીં પહોંચી રહ્યા છે. યુએસ અધિકારીઓએ જણાવ્યું છે કે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે આઈએસ રશિયામાં હુમલો કરી શકે છે. અમેરિકન વ્હાઇટ હાઉસે કહ્યું છે કે તે પરિસ્થિતિ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટના દાવાની પુષ્ટિ કરતી ગુપ્ત માહિતી યુએસ પાસે છે. નામ જાહેર ન કરવાની શરતે બોલતા આ અધિકારીએ કહ્યું કે અમેરિકાએ તાજેતરના અઠવાડિયામાં રશિયાને હુમલાની સંભાવના અંગે ચેતવણી આપી હતી.

ISએ હુમલાની જવાબદારી લીધી

મોસ્કોમાં થયેલ હુમલામાં ઉગ્રવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS)એ હુમલાની જવાબદારી લીધી છે.  ઇસ્લામિક સ્ટેટ જૂથે સોશિયલ મીડિયા પર આનુષંગિક ચેનલો પર પોસ્ટ કરેલા નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જો કે આ હુમલામાં તેમની સંડોવણી હોવા મામલે સ્વતંત્ર રીતે ચકાસી શકાયું નથી. કોન્સર્ટ હોલમાં હુમલો કર્યા બાદ હુમલાખોરોની કાર્યવાહીને લઈને કોઈ સ્પષ્ટ માહિતી હાલમાં મળી નથી. રાજ્યના તપાસકર્તાઓ આ હુમલાને આતંકવાદી હુમલા તરીકે જોઈ રહ્યા છે. ભારત ઉપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આ હુમલાની નિંદા કરી છે અને તેને “આતંકવાદી હુમલો” ગણાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….