Fix pay Fix rise/ ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો

રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 38 4 ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો

ગાંધીનગરઃ રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે. ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે.

દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના  યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.  આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે.

વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે


whatsapp ad White Font big size 2 4 ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો


 

આ પણ વાંચોઃ Shashi Tharoor/ ગાંધી પરિવારના નિવેદનને લઈને રાજનેતા શશી થરૂરનો યુટર્ન, શું છે મામલો

આ પણ વાંચોઃ અચ્છે દિન/ એક કરોડ લોકોની દિવાળી સુધારશે કેન્દ્રનો આ નિર્ણય

આ પણ વાંચોઃ Rajkot-Heartattack/ ‘હૃદયરોગની રાજધાની’ રાજકોટ, વધુ બેના હાર્ટએટેકથી મોત, એક સુરતમાં મોત